Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

ભારતીય ક્રિકેટ ટીમ કોરોના મહામારીના કારણે માત્ર ૪ ટેસ્ટ મેચ જ રમી શકીઃ અજિંકય રહાણેઍ ફટકારી ઍકમાત્ર સદી

નવી દિલ્હીઃ વર્ષ 2020માં કોવિડ-19 મહામારીને કારણે ક્રિકેટ એક્શન પર લાંબા સમય સુધી પ્રતિબંધ રહ્યો હતો. માર્ચથી લઈને નવેમ્બર સુધી ભારતીય ટીમે કોઈ ટેસ્ટ મેચ ન રમી. માર્ચ પહેલા ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર બે ટેસ્ટ મેચની સિરીઝ રમી હતી અને ત્યારબાદ ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સિરીઝના બે મુકાબલા રમ્યા છે.

2020માં વિરાટ ન જીતી શક્યો એકપણ ટેસ્ટ

ભારતે વર્ષ 2020માં કુલ ચાર ટેસ્ટ મેચ રમી જેમાં ટીમને વર્ષના અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જીત મળી અને તે પહેલા ત્રણેય ટેસ્ટમાં હાર મળી હતી. 2020ની શરૂઆતમાં ભારતે ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર બે મેચોની ટેસ્ટ સિરીઝ વિરાટની આગેવાનીમાં રમી જ્યાં ટીમને હાર મળી તો ડિસેમ્બરમાં કોહલીની આગેવાનીમાં કાંગારૂ સામે એડિલેડ ટેસ્ટમાં પણ ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. એટલે કે આ વર્ષે વિરાટની આગેવાનીમાં ભારતીય ટીમ એકપણ મેચ જીતી શકી નહીં. રહાણેની આગેવાનીમાં ભારતને એકમાત્ર ટેસ્ટ જીત મળી છે.

ભારત માટે 2020માં ટેસ્ટમાં રહાણેએ ફટકારી એકમાત્ર સદી

2020ના અંતમાં ટેસ્ટમાં જ્યારે ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં કાર્યવાહક કેપ્ટન અંજ્કિય રહાણેની આગેવાનીમાં મેદાન પર ઉતરી તો તેણે સફળતાનો સ્વાદ ચાખ્યો. મેલબોર્ન ટેસ્ટ મેચમાં રહાણેએ પ્રથમ ઈનિંગમાં 112 રનની ઈનિંગ રમીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી અને 2020માં ભારત તરફથી ટેસ્ટમાં એકમાત્ર સદી ફટકારનાર ખેલાડી પણ રહ્યો.

ટેસ્ટમાં રહાણેએ ભારત માટે બનાવ્યા સૌથી વધુ રન

ભારત તરફથી 2020માં અંજ્કિય રહાણેએ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે આ વર્ષે 4 ટેસ્ટ મેચોમાં 272 રન બનાવ્યા અને તેની એવરેજ 38.85ની રહી. આ મેચોમાં તેણે એક સદી ફટકારી અને તેનો બેસ્ટ સ્કોર 112 રન રહ્યો છે. તો ભાતર તરફથી આ વર્ષે ટેસ્ટમાં સૌથી વદુ રન બનાવવામાં ચેતેશ્વર પૂજારા બીજા સ્થાને રહ્યો છે. પૂજારાએ ચાર ટેસ્ટ મેચોમાં 20.37ની એવરેજથી 163 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 54 રન રહ્યો છે.

(5:04 pm IST)