Gujarati News

Gujarati News

News of Friday, 1st January 2021

આ કેપ્સને લઇને ખુબ ગર્વનો અનુભવ થઇ રહ્ના છે પરંતુ તેનાથી ઍક મને જરાય પસંદ ન લાગી, આ બૈગી છે અને લીલા કલરની છે, થેîક્યુ આઇસીસીઃ બેન સ્ટોક્સે બંને કેપ પહેરીને ફોટો શેર કર્યો

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ દાયકાની બેસ્ટ ટેસ્ટ, વનડે અને ટી20ની પસંદગી કરી હતી. આ ત્રણેય વર્ગમાં ભારતીય ખેલાડીઓની બોલબાલા રહી. આ સિવાય ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને દાયકાનો સૌથી સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો છે. આ સિવાય ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ટેસ્ટ અને વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ સ્ટોક્સ નારાજ જોવા મળ્યો.

બેન સ્ટોક્સને વનડે અને ટેસ્ટ ટીમમાં મળ્યું સ્થાન

ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ટેસ્ટ અને વનડે આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આઈસીસી તરફથી સ્ટોક્સને બંન્ને ટીમોની ખાસ કેપ મળી, આ સાથે તેણે ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સ્ટોક્સ વનડે કેપથી તો ખુશ જોવા મળ્યા, પરંતુ તેને ટેસ્ટ કેપ ખાસ પસંદ ન આવી, ત્યારબાદ આઈસીસીએ તેની માફી માંગી છે.

સ્ટોક્સે શેર કર્યો ફોટો

બેન સ્ટોક્સે બંન્ને કેપ પહેરીને એક-એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો. સ્ટોક્સે કેપ્શનમાં લખ્યુ કે, આ કેપ્સને લઈને ખુબ ગર્વનો અનુભવ થઈ રહ્યો છે પરંતુ તેમાંથી એક મને જરાય પસંદ ન લાગી. આ બૈગી છે અને લીલા કલરની છે. થેંક યૂ આઈસીસી.

આઈસીસીએ લીધી મજા

જોત જોતામાં સ્ટોક્સનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. જ્યારે આઈસીસીની નજર સ્ટોક્સના આ ફોટો પર ગઈ તો આઈસીસીએ તત્કાલ તેનો ફોટો ટ્વીટ કર્યો અને લખ્યુ, 'માફ કરો બેન સ્ટોક્સ'. સ્ટોક્સે પણ મજાકના અંદાજમાં આ પોસ્ટ શેર કરી હતી અને આઈસીસીએ પણ તેને રસપ્રદ અંદાજમાં જવાબ આપ્યો છે.

(5:03 pm IST)