Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

પ્રો કબડ્ડી લીગ-6: યુપીએ દિલ્હીને હરાવી: ક્વાલિફાયર-2માં ટક્કર લેશે ગુજરાત સામે

નવી દિલ્હી: યુપી યોદ્ધા ટીમે વિવો પ્રો કબડ્ડી લીગના છઠા સીઝનના એલિમિનેટર 3માં દબંગ દિલ્હીને 45-33થી હરાવીને ક્વાલિફાયર 2માં જગ્યા બનાવી લીધી છે. યુપીનો ક્વાલિફાયર 2માં ગુજરાત ફોર્ચ્યુન સામે 3 જાન્યુઆરીના થશે. પહેલા ક્વાલિફાયર 1માં ગુજરાતને બેગલુરુ બુલ્સે 41-29 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. હવે યુપી અને ગુજરાતમાંથી જે જીતશે તે ફાઇનલમાં બેગલુરુ બુલ્સ સામે રમશે. ફાઇનલ મેચ પાંચ જાન્યુઆરીના મુંબઈમાં રમાશે.

 

(4:43 pm IST)