Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

જીતનો ઉન્માદ :બસમાંથી ઉતરતા જ હાથમાં બોટલ લઈને પીવા લાગ્યો શાસ્ત્રી :સોશ્યલ મીડિયામાં ટ્રોલ

મેલબોર્ન :ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-1ની સરસાઇ મેળવ્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ ઉજવણીમાં ગળાડૂબ છે. ટીમને ચોતરફથી શુભેચ્છા મળી રહી છે,  ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીના આનંદનો પણ કોઈ પાર નથી કાંગારૂઓની ધરતી પર પ્રથમ વખત સીરીઝ પર કબજો જમાવ્યો છે. મેચ બાદ જ્યારે ટીમ હોટલ માટે રવાના થઇ ત્યારે કોચ રવિ શાસ્ત્રી બિયર પિતા દેખાયા હતાં, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

શાસ્ત્રી સૌપ્રથમ બસમાંથી ઉતર્યા અને હાથમાં બિયરની બોટલ હતી, તેઓ પી રહ્યા હતાં. આક્રમક અને આખાબોલા સ્વભાવથી જાણીતા બનેલા રવિ શાસ્ત્રીની વારંવાર ટીકા થતી હોય છે. દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ ક્રિકેટ જગતમાં તેઓ ટીકાના શિકાર થયા હતાં.

વીડિયો જોઈને પ્રશંસકોએ શાસ્ત્રીની મજાક શરૂ કરી દીધી છે. અમૂક લોકોએ ટીકા કરી તો અમૂક લોકોએ કહ્યું કે ભારતીય ટીમ એવી ઉજવણી કરે છે, જેમાં કશું અયોગ્ય નથી.

(11:52 am IST)