Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

નવા વર્ષના પ્રારંભે ચેતેશ્વર પુજારાએ તેમના ચાહકોને ખુશ ખબરી આપી

ચેતેશ્વર પુજારા આ વર્ષે પિતા બનશે

રાજકોટ, તા. ૧ :. ભારતીય ક્રિકેટ ટીમના ક્રિકેટર ચેતેશ્વર પુજારા પિતા બનશે. નવા વર્ષના પ્રારંભે ચેતેશ્વર પુજારાએ તેમના ચાહકોને ખુશ ખબરી આપી છે.

ભારતીય ટેસ્ટ ટીમના મહત્વપૂર્ણ અને સ્ટાર ખેલાડી ચેતેશ્વર પુજારાના ૨૦૧૩માં પૂજા સાથે લગ્ન થયા છે. ચેતેશ્વર પુજારાએ પત્નિ પૂજા સાથેની તસ્વીર સોશ્યલ મીડીયામાં શેર કરીને જણાવ્યુ હતુ કે, આ વર્ષ (૨૦૧૮)માં અમારી ખુશીઓનો વધારો થશે કારણ કે સંતાનના રૂપમાં અમારા પરિવારમાં મહેમાન આવશે. આશા છે કે આવનારા વર્ષોમાં અગાઉની જેમ જ ઘણો આનંદ મળતો રહેશે.

ચેતેશ્વર પુજારા હાલમાં દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી અંતર્ગત ભારતીય ટીમમાં પ્રદર્શન કરી રહ્યા છે.(૨-૨૫)

(5:48 pm IST)