Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

કુસ્તીબાજ રાણાનો નિર્ધારઃ સુશીલને હરાવી કેન્સર - પીડિત મારી મમ્મીને જીત અર્પણ કરીશ

નવી દિલ્હી : કુસ્તીબાજ પરવીન રાણાએ કહ્યું છે કે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ માટેની ટ્રાયલ દરમિયાન ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમાર સામેના પરાજય પછી સુશીલના જ ટેકેદારોએ તેને તેમ જ તેના મોટાભાઈની જે મારઝૂડ કરી એનો બદલો તે સુશીલને હરાવીને લેશે.

ભાવુક થયેલા રાણાએ નિર્ધાર વ્યકત કર્યો છે કે આગામી પ્રો - રેસલીંગ લીગમાં તે સુશીલને હરાવીને કેન્સરથી પીડાતી પોતાની મમ્મીને એ જીત અર્પણ કરશે.

ટ્રાયલના સેમી ફાઈનલ મુકાબલામાં સુશીલે રાણાને હરાવ્યો હતો. એ આઉટ થયા બાદ સુશીલના ટેકેદારોએ એક પડકારના મુદ્દે રાણાને માર્યો હતો એવો દાવો રાણાએ કર્યો છે. પોલીસે સુશીલ અને તેના ટેકેદારો સામે એફઆઈઆર (ફર્સ્ટ ઈન્ફર્મેશન રીપોર્ટ) નોંધ્યો છે.(૩૭.૪)

 

(3:59 pm IST)