Gujarati News

Gujarati News

News of Thursday, 22nd June 2023

‘દીકરાનું ઘર'ના ટ્રસ્‍ટી નલીન તન્નાની સૂપુત્રીના શુભલગ્નઃ ચિ.ધ્રુવી : ચિ.પૂર્વાંગ

રાજકોટ : શ્રીમતી પ્રીતિબેન તથા શ્રી નલીનભાઇ કનૈયાલાલ તન્નાની સુપુત્રી ચિ. ધ્રુવીના શુભલગ્ન શ્રીમતી નિતાબેન તથા શ્રી હિતેશભાઇ નવીનચંદ્ર વસાણીના સુપુત્ર ચિ.પુર્વાંગ સાથે તા.ર૩ જુન ર૦ર૩ શુક્રવારે નિર્ધારેલ છે. પુર્વ દિને ચિ.કિશન તન્નાને યજ્ઞોપવિત ધારણ કરાવવામાં આવેલ છે. તા.ર૩મીએ શુક્રવારે સવારે ૧૦.૩૦ જાન આગમન થશે. બપોરે ૧ વાગ્‍યે ભોજન સમારંભ રાખેલ છે. યજ્ઞોપવિત અને શુભલગ્ન પ્રસંગ શ્રી અમૃત ઘાયલ કોમ્‍યુનીટી હોલ આકાશવાણી ચોક, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે નિર્ધારેલ છે.  શુભ નિવાસસ્‍થાન : નલીનભાઇ કનૈયાલાલ તન્ના

શ્રી' ૩-જ્ઞાનજીવન સોસાયટી, અમી પાર્ક પાસે, રૈયા રોડ, મો. ૯૮રપ૭ ૬પ૦પપ રાજકોટ.

 

(12:18 pm IST)