Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ખંભાળીયા એસ.એન.ડી.ટી. શાળાના આચાર્ય સોનગરા પરિવારમાં લગ્નોત્સવ

ખંભાળીયા : ખંભાળીયાની એસ.એન.ડી.ટી. હાઇસ્કૂલના આચાર્ય શ્રી ભીખાભાઇ પેથાભાઇ સોનગરા તથા અ.સૌ. લક્ષ્મીબેન સોનગરાના પુત્ર ડો. નીતિન (એમ.એસ.)ના શુભ લગ્ન ખંભાળીયા નિવાસી અ.સૌ. અંજનાબેન તથા કિશોરભાઇ ડાયાભાઇ નકુમની પુત્રી ચિ. જાનકી (ડો. બી.ડી.એસ) સાથે તા.૧ ને મંગળવારે યોજાયા છે.

સોનગરા ભીખાલાલ પેથાભાઇની સુપુત્રી ચિ. જાનવીના શુભ લગ્ન જામનગર નિવાસી અ.સૌ. શાંતિબેન તથા માધવભાઇ કરશનભાઇ કણઝારીયાના પુત્ર ચિ. મયુરકુમાર સાથે તા. ૩૦ના યોજાયા છે.

(12:58 pm IST)