Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જસદણ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઇ ધાધલની સુપુત્રીના લગ્ન

જસદણ તા.૨૭:ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અશોકભાઈ રાણીગભાઈ ધાધલની સુપુત્રી ચિરંજીવી આશાબેનના લગ્ન ચોટીલા નિવાસી જોરૂભાઈ સોમલાભાઈ ખાચર ના સુપુત્ર ચિરંજીવી હરદીપભાઈ સાથે શનિવારે જસદણ ખાતે યોજાયેલા છે. આ પ્રસંગે તારીખ ૨૯-૧૧ ને શુક્રવારે સાંજે સાત કલાકે આટકોટ રોડ ઉપર જલારામ સોસાયટી ખાતે ભોજન સમારોહનું આયોજન રાજકીય આગેવાનોને ધાધલ પરિવારના રાણીગભાઈ, અશોકભાઈ, હરેશભાઈ, જયદીપભાઇ, સિદ્ઘાર્થભાઈ, આદિત્યભાઈ, વિશુભાઈ, દિલીપભાઈ સહિતનાએ આમંત્રણ પાઠવ્યું છે. આ પ્રસંગે મોસાળ પક્ષઙ્ગ ખાચર પરિવારના સુરેશભાઈ, ભરતભાઈ, નરેશભાઈ ભાણભાઈ, હકુભાઇ, કનુભાઈ, ભરતભાઈ, પ્રતાપભાઈ તેમજ માસિયાઈ પક્ષ ધાધલઙ્ગ પરિવારના જશુભાઈ, રવુભાઈ, ઉમેદભાઈ, અલકેશભાઈ અને ભાણેજ પક્ષ વાળા પરિવારના રઘુવીરભાઈ અને રાજકુમારભાઈ સહિતના સગા સ્નેહીઓ, મિત્રો ઉપસ્થિત રહેશે.

(11:49 am IST)