Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

જ્યોતિ સોઈંગ મશીન કાું.વાળા શ્રી મહેશભાઈ કોટકની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. જિનલ ચિ. જનકકુમાર

રાજકોટ, તા. ૨૫ :. જ્યોતિ સોઈંગ મશીન કાું. વાળા શ્રી મહેશભાઈ કોટક તથા શ્રીમતિ મીનાબહેન કોટકની સુપુત્રી ચિ. જિનલના શુભલગ્ન રાજકોટ નિવાસી શેઠ શ્રી પંકજભાઈ પોપટ તથા શ્રીમતી આરતીબહેન પોપટના સુપુત્ર ચિ. જનકકુમાર સાથે રવિવાર તા. ૨૬ના શુભ દિને બાલભવન ઓડિટોરીયમ રેસકોર્ષ ખાતે નિર્ધારેલ છે. દાદા સ્વ. વજુભાઈ કોટક દિવ્ય દેહે હરખાતા હૈયે અમિદ્રષ્ટિ વરસાવશે. મહેમાનોના આગમનના અભિલાષી તરીકે રેખા અને બિપીનકુમાર રૂપારેલીયા, શિલા અને દિપકકુમાર રાયઠઠ્ઠા, આશા અને જયેશકુમાર બુદ્ધદેવ તથા બિંદુ અને હર્ષદકુમાર બુદ્ધદેવ ઉત્સુક છે. મોસાળ પક્ષે સ્વ. પ્રમોદભાઈ ભોજાણી, શ્રી રૂપેશભાઈ ભોજાણી તથા ચિ. કિર્તન ભોજાણી માનવંતા મામેરા ભરશે અને ચિ. વાસવ, વિદિત, સમર્થ, રૂચિ, સ્તુતિ તથા ધ્રિષ્યાએ મીઠો ટહુકો કરેલ છે. (મો. ૯૮૭૯૪ ૮૦૩૦૦)

(3:06 pm IST)