Gujarati News

Gujarati News

News of Friday, 6th March 2020

ડો.એમ.કે.કાદરીના સુપુત્રની શાદી

રાજકોટ : મુસ્લિમ સમાજના સેવાભાવી અગ્રણી, જાણીતા તબીબ, ડો. મુસ્તાક અહેમદ કાદરઅલી કાદરી (ઝૂબૈદા કલિનિક-રાજકોટ) ના  સુપુત્ર અબ્દુલ કાદીરની શાદી વડોદરા નિવાસી જનાબ વારસ અલી પીરઝાદાના સુપુત્રી શબીનાબેગમ સાથે તા. ૮-૩-ર૦ર૦ ના રવિવારે બપોરે હોટેલ પ્લાઝો-વડોદરા ખાતે યોજાઇ છે. આ પ્રસંગે ડો. એમ. કે. કાદરી પરિવાર દ્વારા નિવાસ સ્થાન -ર૭, અમરનાથ પાર્ક, (પરસાણાનગર, અયૈપા મંદિર સામે, જામનગર રોડ) રાજકોટ ખાતે તા. ૬ ના રાત્રે મહેફીલે મીલાદ શરીફ રાખવામાં આવેલ છે.

(11:29 am IST)