Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

ધોરાજી જાગાણી પરિવારમાં શુભલગ્નઃ ચિ. જીનલ - ચિ. સાગર

ધોરાજીઃ. ધોરાજી નિવાસી શહેર ભાજપ ઉપપ્રમુખ નીતિનભાઈ જાગાણી તેમજ ઉર્મીલાબેન નિતીનભાઈની લાડકી દિકરી ચિ. જીનલના શુભલગ્ન મોટી પરબડી નિવાસી રમાબેન ચંદુભાઈ બાવીશાના લાડકવાયા સુપુત્ર ચિ. સાગર સાથે તા. ૨૬ના પ્રભુતામાં પગલા પાડશે. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા તેમજ ધારાસભ્યો, રાજકીય આગેવાનો, મિત્ર મંડળ, સ્નેહીજનો સહિતના લોકો પધારશે અને ચિ. જીનલ, ચિ. સાગર નવદંપતિને આશિર્વચન પાઠવશે. આ તકે પધારેલા મહેમાનોનું સ્વાગત ભૌતિકભાઈ જાગાણી તથા જાગાણી પરિવારના લોકો વાજતે ગાજતે કરશે.

(11:35 am IST)