Gujarati News

Gujarati News

News of Tuesday, 9th May 2023

દવે પરિવારમાં શુભલગ્ન પ્રસંગ - યજ્ઞોપવિત વિધિ

ચિ. નૈનશ્રી ù ચિ. હર્ષવર્ધન ચિ. પ્રિત જનોઇ ધારણ કરશે

રાજકોટ : મુળ ભાવનગર હાલ ગોંડલ - રાજકોટ સ્‍થિત ગં.સ્‍વ. કાંતાબેન ધનજીભાઇ દવેની પૌત્રી તથા અ.સૌ. કિરણબેન અને શ્રી અરવિંદકુમાર ધનજીભાઇ દવેની સુપુત્રી ચિ. નૈનશ્રીના શુભલગ્ન સાવરકુંડલા નિવાસી અ.સૌ.દક્ષાબેન પંડયા તથા રમેશભાઇ કરૂણાશંકર પંડયાના સુપુત્ર ચિ. હર્ષવર્ધન સાથે તા.૧ર-પ-ર૩ને શુક્રવારે નિરધારેલ છે.

શુભલગ્ન પ્રસંગે તા.૧૦-પ-ર૩ને બુધવારે સાંજે ૪ થી ૬ સાંજીના ગીત તા.૧૧-પ-ર૩ને ગુરૂવારે સવારે ૭ વાગ્‍યે મંડપ રોપણ, સાંજે ૭ વાગ્‍યે રાસની રમઝટ, તા.૧ર-પ-ર૩ને સવારે ૭ વાગ્‍યે જાન આગમન બપોરે ૧ર.૦પ વાગ્‍યે હસ્‍ત મેળાપ તથા ૧ર.૩૦ વાગ્‍યે આમંત્રિતો માટે ભોજન સમારંભ  રાખેલ છે.

શ્રી અરવિંદકુમાર દવે અને અ.સૌ. કિરણબેન દવેના સુપુત્ર તથા ચિ. નૈનશ્રીના નાનાભાઇ ચિ. પ્રિતની યજ્ઞોપવિત વિધી તા.૧૧-પ-ર૩ના નિરધારેલ છે. મંડપ રોપણ સવારે ૭ વાગ્‍યે ગ્રહશાંતિ, બપોરે૧૧.૩૦ વાગ્‍યે કાશીયાત્રા બપોરે ૧ર.૩૦ વાગ્‍યે ભોજન સમારંભ રાખેલ છે. શુભલગ્ન પ્રસંગ શ્રી બાજ નારણભવન, બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ઇસ્‍કોન મંદિરથી આગળ કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.

જયારે શુભ યજ્ઞોપવિત વિધિ ‘અંબાશ્રય' બી-ર- ૧૦૪, ઘનશ્‍યામનગર ક્રિસ્‍ટલ મોલ પાછળ, સનસ્‍ટાર એપાર્ટમેન્‍ટીની સામે કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.

(11:46 am IST)