Gujarati News

Gujarati News

News of Friday, 5th May 2023

પરેશભાઇ અરૂણભાઇ લાંબરીયાની સૂપૂત્રીના શુભલગ્ન:ચિ. માનસ:ચિ. સાર્થક

ભાજપના યુવા અગ્રણી સંજય લાંબરીયા પરિવારમાં હરખની હેલી

રાજકોટ : ભાજપ સામાકાંઠા વિસ્‍તારના યુવા અગ્રણી શ્રી સંજય અરૂણભાઇ લાંબરીયા (ચાવડા)ની ભત્રીજીના લગ્નોત્‍સવની મધુર શરણાઇઓ ગુંજી છે. કુળદેવી શ્રી ખોડીયાર માતાજીની અપરંપાર કૃપાથી શ્રીમતી કાજલબેન તથા શ્રી પરેશભાઇ અરૂણભાઇ લાંબરીયાની સૂપૂત્રી ચિ. માનસીના શુભલગ્ન શ્રીમતી જયાબેન તથા શ્રી વીરમભાઇ હકુભાઇ માટીયાના સૂપૂત્ર ચિ. સાર્થક સાથે તા. ૮ મે ૨૦૨૩ સોમવારે સાંજે ડાયમંડ પાર્ટી લોન્‍સ, કુવાડવા રોડ, સાત હનુમાનજી મંદિર આગળ નિર્ધારેલ છે.

મંગલ મંડપ રોપણ તે દિવસે સોમવારે સવારે ૯ વાગ્‍યે, જાન આગમન સાંજે ૪ વાગ્‍યે, હસ્‍તમેળાપ ૭ વાગ્‍યે અને ભોજન સમારંભ ૭.૩૦ વાગ્‍યે રાખેલ છે.

શુભ નિવાસ સ્‍થાન : અરૂણભાઇ ભાદાભાઇ લાંબરીયા, લાખેશ્વર સોસાયટી શેરી નં. ૩, આડો પેડક રોડ, માસુમ વિદ્યાલય સામે, મો. ૯૮૨૫૭ ૦૭૦૨૩ રાજકોટ.

(11:07 am IST)