Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd May 2023

ડી.કે. સખીયા પરિવારમાં રૂડા લગ્નોત્સવની શરણાઇઓ ગુંજી : ચિ. સાહિલ : ચિ. ઇશિતા

માર્કેટ યાર્ડના ડીરેકટર જીતેન્‍દ્ર ડી. સખીયાના સૂપૂત્રના શુભલગ્ન નિમિતે તા. ૪ ગુરૂવારે શ્રીનાથજીની ઝાંખી : તા. ૬ના મંડપ મૂહુર્ત : તા. ૮મીએ લગ્નના બંધને બંધાશે

રાજકોટ : ભાજપના અગ્રણી બેડી માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ડી.કે.સખીયાના આંગણે પૌત્રના લગ્નોત્‍સવના રૂડા ઢોલ વાગ્‍યા છે. યાર્ડના ડીરેકટર શ્રી જીતેન્‍દ્ર દેવરાજભાઇ સખીયા અને શ્રીમતી કિરણબેનના સૂપૂત્ર ચિ. સાહિલના શુભલગ્ન શ્રી રાજેષભાઇ હરગોવિંદભાઇ પોપટ અને શ્રીમતી લીનાબેનની સૂપૂત્રી ચિ. ઇશિતા સાથે નિર્ધારેલ છે. લગ્નોત્‍સવ નિમિતે તા. ૪ મે ગુરૂવારે સાંજે ૭.૩૦ વાગ્‍યે ભોજન સમારંભ અને ત્‍યારબાદ ‘ઠાકોરજી પધાર્યા મારે ઘેર' નામથી શ્રી નાથજીની ઝાંખી કાર્યક્રમ રાખેલ છે. તા. ૬ શનિવારે સાંજે મંડપ મૂહુર્ત અને મહેંદી રસમ રાખેલ છે. તા. ૮મીએ શુભ વિવાહ થશે. જાન પ્રસ્‍થાન સાંજે ૪.૩૦ વાગ્‍યે, હસ્‍તમેળાપ ૭.૧૫ વાગ્‍યે અને સ્‍વરૂચી ભોજન ૮ વાગ્‍યે છે. તમામ કાર્યક્રમો ડ્રીમલેન્‍ડ પાર્ટી પ્‍લોટ, આશારામ આશ્રમ સામે, કણકોટ રોડ, રાજકોટ ખાતે યોજાનાર છે. સખીયા પરિવાર દ્વારા ખોડીયાર માતાજી અને સૂરાપૂરા દાદાની અસીમ કૃપા સાથે સગા, સબંધીઓ, સ્‍નેહીજનોને નેહ નિતરતા નિમંત્રણ પાઠવાયા છે.

શુભ નિવાસ સ્‍થાન  :   ડી.કે.સખીયા, જીતેન્‍દ્ર ડી. સખીયા, રાજેષ ડી. સખીયા, ‘વ્રજ વિલા', ૧-શ્રી રાજ રેસીડેન્‍સી, નાના મવા રોડ,

                    રાજકોટ. મો. ૯૩૧૬૨ ૨૩૧૬૩ અને ૯૮૨૫૨ ૧૯૦૧૧ રાજકોટ.

(4:05 pm IST)