Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

સાયલાના રાવલ પરીવારમાં શુભલગ્ન : ચિ.મિલન - ચિ.જહાન્વી

વઢવાણ :  સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામ ખાતે અને સાયલા ગામના વતની પરેશભાઇ રાવલ પરીવારમાં આજે ચિ.મીલન અને જહાન્વીના આજના શુભલગ્ન પ્રસંગે સાયલા મુકામે રાવલ પરીવારમાં લગ્ન ઉત્સવ છવાયો છે ત્યારે પરેશભાઇ રાવલ સાયલા ગામના અખબારી પ્રતિનિધિ છે જેના કારણે બહોળા જનસમુદાય સાથે નાતો ધરાવે છે. જેના કારણે આજે રાવલ પરીવારમાં શુભલગ્ન અવસરે સાયલા મુકામે વેપારી આગેવાનો તેમજ પત્રકાર મિત્રો રાજકીય આગેવાનો સહીતના લોકો રાવલ પરીવારના શુભલગ્નમાં ઉપસ્થિત રહેશે. જયારે રાવલ પરીવારમાં પરેશભાઇ રાવલ તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કદમ દૈનિકના તંત્રીશ્રી તુષારભાઇ તેમજ નીધી રેસ રાવલ તેમજ દિપાલીબેન આરતીબેન અને વર્ષાબેન તેમજ કથન સહીતના પરીવારજનો દ્વારા આવેલા મહેમાનોનું આદર ભાવ સાથે સન્માનિત કરી અને રાવલ પરીવાર લગ્ન ઉત્સવને રૂડો અવસર બનાવાશે ત્યારે હાલ તો રાવલ પરીવારમાં લગ્ન ઉત્સવ છવાઇ જવા પામ્યો છે.

(12:51 pm IST)