Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયાના આંગણે શુભઅવસરઃ ચિ. જય - ચિ. રિધ્ધીના શુભલગ્ન

રાજકોટ : અ.સૌ.ગીતાબેન તથા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય શ્રી લાખાભાઈ જેઠાભાઈ સાગઠીયાના સુપુત્ર  ચિ.જયના શુભલગ્ન જુનાગઢ નિવાસી અ.સૌ.વનિતાબેન તથા શ્રી જીતુભાઈ ગોવિંદભાઈ દાફડાની સુપુત્રી ચિ.રિધ્ધીના શુભલગ્ન તા.૧૪ના શુક્રવારના શુભદિને વેદોકત મંત્રોચ્ચારના નાદ સાથે સપ્તપદી સંસ્કારથી દામ્પત્ય બંધનના ગૌરવને સ્વીકારતા વિધિ સંપન્ન થશે.  ૧૩મીના રાત્રીના દાંડીયારાસ રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૫ના શનિવારે સાંજે ૭ વાગ્યાથી રાખેલ છે.

(3:44 pm IST)