Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મીનાબેન હરીશભાઈ ચગ- બિન્દુબેન જીતુભાઈ ચતવાણી પરિવારમાં

શુભલગ્નોત્સવઃ હર્ષોલ્લાસ : ચિ.ડો.મિરાલી - ચિ.હેનીત

રાજકોટઃ જુનાગઢના મહિલા અગ્રણી અને અકિલાના મોટા બહેન પૂ.મિનાબેન હરીશભાઈ ચગની પૌત્રી અને ચિ.પરેશભાઈ હરીશભાઈ ચગ તથા હર્ષાબેન ચગની પુત્રી ચિ.ડો.મિરાલીના શુભલગ્ન રાજકોટ નિવાસી, જાણીતા અગ્રણી અને પૂજય રણછોડદાસજી મહારાજના પરમ અનુયાયી શ્રી જીતુભાઈ મથુરાદાસ ચતવાણી અને શ્રીમતિ બિંદુબેન ચતવાણીના સુપુત્ર ચિ.હેનીત સાથે આવતીકાલે રવિવારે તા.૨૪-૨-૨૦૧૯ના રોજ રાજકોટ ખાતે નિરધારેલ છે.

ચગ અને ચતવાણી પરિવારમા મહેમાનોની આગતા - સ્વાગતા અને પ્રસંગનો આનંદ માણવા ભારે હર્ષોલ્લાસ છવાયો છે.

ચગ પરિવારના વડીલ બંધુ શ્રી હિતેષભાઇ ચગ, શ્રીમતી નીનાબેન ચગ, ડો. જયોતિ સોઢા, શ્રી નલિનભાઇ સોઢા, ડો. નિશા દેવાણી, શ્રી ભાવેશભાઇ દેવાણી અને કુ. યેશા, શ્રેય, જેસન, ક્રિષ્નમ સહિત સમગ્ર પરિવારમાં મહેમાનોની આગતા સ્વાગતા માટે ભારે ઉત્સાહ પ્રવર્તે છે.

ચતવાણી પરિવારના વડીલ બંધુ શ્રી અતુલભાઇ ચતવાણી, શ્રી કેતનભાઇ ચતવાણી, શ્રી કમલેશભાઇ વિઠલાણી, શ્રી કિર્તિકુમાર ઠકકર, ડો.નુપુર હેમલકુમાર ઠકકર, ચિ. શૈલ્ય અને સમગ્ર પરિવાર લગ્નોત્સવનો આનંદ માણવા અને મહેમાનોની સરભરા માટે ખુબ જ ઉત્સાહીત છે.

પૂજય જલારામબાપાની અનન્ય કૃપા અને પૂજય રણછોડદાસજી બાપુના અસીમ આર્શીવાદ સાથે બંને પરિવારો ચિ. મિરાલી અને ચિ. હેનીતના લગ્નનો આનંદ માણવા ખુબ જ આનંદીત છે.(૩૦.૩)

(2:14 pm IST)