Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

જાુનાગઢ ચાવડા પરિવારમાં શુભ લગ્ન ચિ. લખન - ચિ. રાધીકા

દેવાયત ખવડ જીજ્ઞેશ કવિરાજ, રસ્‍મીતાબેન રબારી સહિતના કલાકારોના શુરે દાંડીયાની રમઝટ બોલશે

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭: રબારી સમાજના અગ્રણી મેરૂભાઇ દેવાભાઇ ચાવડા તથા અ. સૌ. મણીબેનના સુપુત્ર ચિ. લખનના શુભ લગ્ન સામતભાઇ રાણાભાઇ ભારાઇ તથા અ.સૌ. રેખાબેનની સુપુત્રી ચિ. રાધીકા સાથે તા. ૧૧ મે ને બુધવારના રોજ નિરધારેલ છે તેમજ તા. ૧૦ ને મંગળવારના રોજ સાંજે ૭ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૮ કલાકે દાંડીયારાસનો કાર્યક્રમ માંગલ્‍ય પાર્ટી પ્‍લોટ દાતાર રોડ જુનાગઢ ખાતે રાખેલ છે જેમાં દેવાયત ખવડ જીજ્ઞેશ કવિરાજ રસ્‍મીતાબેન રબારી, મિતલબેન રબારી, રાજભા ગઢવી (નાગલનેશ) સહીતના કલાકારના સુરે રાસની રમઝટ બોલશે તા. ૧૧ ને બુધવાર રાત્રે ૮ કલાકે નવદંપતિનો સત્‍કાર સમારંભ પણ આજ સ્‍થળે રાખેલ જેમાં માત્ર આમંત્રિત મહેમાનોએ ઉપસ્‍થિત રહેવા મેરૂભાઇ ચાવડા એ જણાવ્‍યું છે.

(12:01 pm IST)