Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

રાજકોટ ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ. જય - ચિ.રિધ્ધી

ખીરસરાઃ રાજકોટ ગ્રામ્ય ૭૧ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા તેમજ ખીરસરા ગામના સરપંચ  શ્રીમતી ગીતાબેન લાખાભાઇ  સાગઠિયાના ચિરંજીવી સુપુત્ર જયના શુભ લગ્ન જુનાગઢ નિવાસી શ્રીમતી વનિતાબેન તથા જીતુભાઇ ગોવિંદભાઇ  દાફડાની સુપુત્રી ચિ. રિધ્ધી સાથે ૧૪મીના નિરધાર્યા છે.

તા. ૧૩-ર ના લાખાભાઇ જેઠાભાઇ સાગઠિયાના નિવાસસ્થાન  ખીરસરા (તા. લોધિકા) ખાતે સવારે મંડપ મુર્હુત  રાત્રે નવ વાગે  ડાંડીયારાસ તા.૧૪ના વહેલી સવારે જાન પ્રસ્થાન તથા બપોરે ૧૧ વાગ્યે હસ્તમેળાપ થશે. શુભલગ્ન સ્થળ મધુવન ફાર્મ જુનાગઢ છે. તા.૧૫ના શનિવારે  સાંજે ૭ વાગ્યે કલાસીક પાર્ટીપ્લોટ અવધરોડ ખાતે નવદંપતિનો સત્કાર સમારંભ યોજવામાં આવશે.

જેમા ગુજરાત રાજ્યના ધારાસભ્યશ્રીઓ સાંસદ સભ્યશ્રીઓ મંત્રીશ્રીઓ રાજકોટ શહેરના રાજકીય અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીશ્રીઓ રાજકોટ જીલ્લાના રાજકીય અગ્રણીઓ  ઉદ્યોગપતિશ્રીઓ તાલુકાના રાજકીય અગ્રણીઓ  આગેવાનો તેમજ સ્નેહી સગાવહાલા તેમજ મિત્રો ઉપસ્થિત રહેશે. અને નવદંપતિને આશિર્વાદ અપાશે. આ સત્કાર સમારંભમાં પધારી રહેલ તમામ આમંત્રીત મહેમાનોનું સ્વાગત લાખાભાઇ જેઠાભાઇ સાગઠીયા તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન સાગઠીયા લાખાભાઇના પિતાશ્રી જેઠાભાઇ સાગઠિયા લાખાભાઇના માતુશ્રી સોમીબેન લાખાભાઇના મોટા પુત્ર સંજય સાગઠિયા તેમના પત્ની નિલુ ચિ. જયના દિદિ નિર્મલાબેન જીજાજી સાગર કાકા ખીમજીભાઇ કાકી કેશુબેન તેમજ લાખાભાઇના પરિવારના તમામ વડિલો તથા તેમના પરિવારની લાડકી પૌત્રી વંશીકા (વિયુ) પધારેલ આમંત્રીત મહેમાનોનુ સ્વાગત કરશે.

(11:26 am IST)