Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

રાજકોટ BSNL ના ડિવીઝનલ એન્જીનીયર બાબુભાઇ મેનપરા પરિવારમાં શુભ લગ્નોત્સવ : ચિ.ખુશાલી - ચિ. હની

ભારત સંચાર નિગમ લીમીટેડ-રાજકોટ ડિવીઝન-જીલ્લાના ડિવીઝનલ એન્જીનીયર અને સંચાર નિગમ એકઝીકયુટીવ એસો.ના અગ્રણી હોદ્દેદાર શ્રી બાબુભાઇ  આંબાભાઇ મેનપરા અને શ્રીમતિ હંસાબેન મેનપરામાં ભવ્ય શુભલગ્નોત્સવની શાનદાર શોભાવૃધ્ધિ થશે.

ડિવીઝનલ એન્જીનીયર શ્રી મેનપરાના સુપૂત્રી ચિ. ખુશાલીના શુભલગ્નોત્સવ રાજકોટ નિવાસી શ્રીમતિ ઇન્દુબેન તથા શ્રી જયંતભાઇ વશરામભાઇ દુધાત્રાના સુપુત્ર ચિ. હની સાથે ફાગણસુદ ૩ને રવિવારે તા.૧૮/ર/ર૦૧૮ ના શુભદિને નિરધાર્યા છે.

સ્વ. શ્રી આંબાભાઇ જાદવભાઇ મેનપરા તથા ગં.સ્વ. ઉજીબેન આંબાભાઇ મેનપરાના દિવ્ય આશિષ સાથે ચિ. ખુશાલી પિતાના પ્રેમનું પાનેતર પહેરી, માતાની મમતાનું મીઢોળ બાંધી-સોળે શણગાર સજીને તા.૧૮મીએ વાલમને દેશ જશે.

શુભલગ્ન સ્થળ પિરામીડ પાર્ટી પ્લોટ-નવો ૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે યોજાશે, આ શુભલગ્નોત્સવમાં તા.૧૮ના સવારે ૮-૧પ કલાકે સાંજીના ગીત, સવારે ૮-૩૦ કલાકે મંડપ મુહુર્ત, સાંજે ૪-૩૦ કલાકે જાન આગમન અને સાંજે ૭ કલાકે હસ્તમેળાપ યોજાયેલ છે.(૬.૧)

 

 

(9:30 am IST)