Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ધોરાજીના કોયાણી પરિવારના આંગણે હરખનો અવસરઃ ચિ.ભૌતિક - ચિ.મોનીકા : ચિ.અશ્વીન - ચિ.ભાવિકાઃ ચિ.પુજા - ચિ.ચિંતન

ધોરાજી : ધોરાજી શહેર ભાજપના મંત્રી તેમજ લેઉવા પટેલ જાગળતિ મંડળ ના અગ્રણી ધીરજલાલ બચુભાઈ કોયાણી આંગણે એક સાથે ત્રણ શુભ લગ્નનો અવસર આવ્‍યો છે.
ગં.સ્‍વ કંચનબેન ચુનીભાઇ બચુભાઈ કોયાણીના સુપુત્ર ચિ.ભૌતિકના શુભ લગ્ન ઇલાબેન ભરતભાઈ બાબરીયાની સુપુત્રી ચિ.મોનિકા સાથે તેમજ શારદાબેન ધીરજલાલ બચુભાઈ કોયાણીના સુપુત્ર ચિ.અશ્વિનના શુભ લગ્ન ધોરાજી નિવાસી ડિમ્‍પલબેન ભરતભાઈ ભુપતભાઈ ઝીંઝુવાડીયાની સુપુત્રી ચિ.ભાવિકા સાથે  ૧૬ રવિવાર ના શુભ દિવસે તેમજ ધોરાજી નિવાસી જ્‍યોત્‍સનાબેન તથા સુરેશભાઈ બચુભાઈ કોયાણી ની સુપુત્રી ચિ.પૂજાના શુભ લગ્ન સાવરકુંડલા નિવાસી ચંપાબેન તથા દુલાભાઈ પરબતભાઈ સોજીત્રાના પુત્ર ચિ.ચિંતન સાથે ૧૭ને સોમવારે ર્નિધારેલ છે.

 

(11:38 am IST)