Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

રીબડામાં જગતસિંહજી જાડેજાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.છત્રપાલસિંહજી * સૌ.કા.ચિ.બ્રિન્દાબા

ગોંડલના પૂર્વ ધારાસભ્ય શ્રી મહિપતસિંહજી જાડેજા પરિવારમાં હરખના તેડા

રાજકોટ : સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના મોભી ગોંડલ વિધાનસભા મતક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય શ્રીમાન મહિપતસિંહજીબાપુ ભાવુભા જાડેજા (રીબડા)ના પુત્ર ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી રીબડા ગામના પૂર્વ સરપંચ શ્રીમાન જગતસિંહજી મહિપતસિંહજી બાપુ જાડેજાના લાડકવાયા સુપુત્ર ચિ.છત્રપાલસિંહજી (એમ.આઈ.બી. લંડન)ના શુભલગ્ન ગામ રોહીશાળા હાલ પાલીતાણા નિવાસી ક્ષત્રિય સમાજના મોભી અગ્રણી શ્રીમાન કૃષ્ણદેવસિંહજી મુળરાજસિંહજીબાપુ સરવૈયાના લાડકવાયા સુપુત્રી ચિ. બ્રિન્દાબા (બી.સી.એ.) સાથે તા.૧૩-૧૨-૨૦૧૮ના ગુરૂવારના શુભદિને શરણાઈના સૂર, રજવાડી ઠાઠમાઠ ઢોલના પડઘમ, ફટાકડાઓના ધુમધડાકા સાથે રીબડા ગામે જાડેજા પરિવારના આંગણે ધામધૂમપૂર્વક રજવાડી લગ્ન ઉત્સવ યોજાશે. આ લગ્નપ્રસંગે રીબડા મુકામે તા.૧૩-૧૨-૨૦૧૮ ગુરૂવારે બપોરે ૧૨ કલાકે ભોજન સમારંભ યોજાયેલ છે.રીબડા ગામ હરખના હીલોળે ચડશે.

આ રીબડા ગામે જાડેજા પરિવારના આંગણે યોજાનાર રજવાડી લગ્ન ઉત્સવમાં ટોચના રાજકીય અગ્રણીઓ, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ હાલર સહિતના ક્ષત્રિય સમાજના મોભી આગેવાનો ઉદ્યોગપતિઓ, વેપારીઓ તબીબો, વકીલો, અધિકારી, પદાધિકારીઓ, દરેક સમાજના આગેવાનશ્રીઓ ખાસ હાજરી આપશે. 

રીબડા જાડેજા પરિવારના આંગણે યોજાનાર રજવાડી લગ્ન ઉત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. નાના માણસ હોય કે પછી મોટો માણસ હોય તેમને યાદ કરીને જાડેજા પરિવાર રીબડા શ્રીમાન અનિરૂદ્ધસિંહજી મહિપતસિંહજીબાપુ જાડેજા શ્રીમાન પૂર્વ સરપંચ જગતસિંહજી મહિપતસિંહજીબાપુ જાડેજા, શ્રીમાન રાજેન્દ્રસિંહજી મહિપતસિંહજીબાપુ જાડેજા દ્વારા હરખના તેડાની કંકુ છાંટી કંકોત્રીઓ દ્વારા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે.

(3:37 pm IST)