Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

આરડી ગ્રુપના સંચાલક પરેશભાઈ પોપટના સુપુત્રના શુભલગ્નઃ ચિ.પ્રતિક - ચિ.દિશા

રાજકોટઃ આરડી ગ્રુપ એન્ડ આરડી.ઈવેન્ટસ, આરડી ફિલ્મસ અને યુફોરીયા કલબના સંચાલક શ્રી પરેશભાઈ પોપટ અને શ્રીમતી જયોતિબેન પોપટના સુપુત્ર તેમજ ગં.સ્વ.વિજયાબેન અને સ્વ.શ્રી ધિરજલાલ પોપટના પૌત્ર ચિ.પ્રતિકના શુભલગ્ન શ્રીમતી નિતાબેન અને શ્રી જગદીશભાઈ પોપટની સુપુત્રી ચિ.દિશા સાથે આવતીકાલે તા.૧૧ના મંગળવારના શુભદિને રાજકોટ ખાતે નિરધારેલ છે. આ પ્રસંગે આજે સોમવારે બપોરે ૨:૩૦ વાગે મંડપમુર્હુત, સાંજે ૪:૩૦ વાગે સાંજીના ગીત બાદ રાત્રીના ૮:૩૦ વાગ્યાથી ચોકીધાણી (જામનગર રોડ) ખાતે ડાંડીયારાસ રાખેલ છે. નવદંપતિનો સત્કાર સમારંભ તા.૧૨ના બુધવારે સાંજે ૭:૪૫ થી રાખેલ છે. પોપટ પરિવારના સર્વેશ્રી શ્રીમતી કુસુમબેન- સુરેશચંદ્ર, શ્રીમતિ રમિલાબેન- વિનોદચંદ્ર, કંચનબેન- પ્રવિણચંદ્ર, કિરણબેન- જગદીશભાઈ, નયનાબેન- ધર્મેન્દ્રભાઈ, કિર્તીબેન- રાકેશભાઈ મહેમાનોનું સ્વાગત કરવા આતુર છે. સમગ્ર પોપટ પરિવારમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તે છે.(૩૦.૨)

(11:39 am IST)