Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

જસદણના એડવોકેટ નોટરી ભરતભાઇ અંબાણીની સુપુત્રીના શુભલગ્નઃ ચિ. ભૂમિષા - ચિ.દર્શિત

જસદણઃ જસદણના એડવોકેટ અને નોટરી તેમજ જસદણ  વણીક સમાજના મંત્રી ભરતભાઇ પરમાણંદભાઇ અંબાણીની સુપુત્રીના આવતીકાલે લગ્ન છે.

મીનાક્ષીબેન તથા ભરતભાઇ પરમાણંદભાઇ અંબાણીની સુપુત્રી ચિ.ભુમીષાના લગ્ન શિહોર નિવાસી બિન્દુબેન તથા મુકેશભાઇ ત્રંબકલાલ વોરાના સુપુત્ર ચિ.દર્શીત સાથે તા.૧ર-૧ર-ર૦૧૯ને ગુરૂવારે સાંજે આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, નવા બસ સ્ટેન્ડ પાસે, જસદણ ખાતે યોજાયા છે. આ પ્રસંગે ગુરૂવારે  બપોરે ૧ ર કલાકે આમંત્રીતો માટે ભોજન સમારોહનુ઼ આયોજન પણ કરવામાં આવ્યું છે. તા.૧૧ને બુધવારે સાંજે વણીક સમાજની વાડી શાકમાર્કેટ રોડ, જસદણ ખાતે સાંજી ગીત અને રાત્રે દાંડીયારાસનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરીવારના ભરતભાઇ, રાજુભાઇ તેમજ મયુરભાઇએ આમંત્રીતોને લગ્નોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવ્યું છે.

(11:45 am IST)
  • માનવ ભક્ષી દીપડાને ઠાર કરાયો : બગસરા નજીક ગૌશાળામાં શાર્પ શુટરોએ દીપડાને ઠાર કર્યો હોવાના અહેવાલ : છેલ્લા પાંચ દિવસના ઓપરેશન બાદ વન વિભાગને મળી સફળતા : access_time 7:55 pm IST

  • નખત્રાણાના લુડબાય પાસે હોટલ પર દરોડો: એલસીબી દ્વારા ૨૧૦ લિ. ડિઝલ ઝડપાયું :હોટલના સંચાલકની પોલીસે કરી ધરપકડ: ૧૪,૭૦૦નો જથ્થો પોલીસે કર્યો કબ્જે : નરા પોલીસમાં નોંધાઈ ફોજદારી ફરિયાદ access_time 1:27 am IST

  • DPS સ્કુલનાં સંચાલકોને ઝટકોઃ મંજુલા શ્રોફ અને હિતેન વસંતના જામીન ફગાવાયાઃ મિરઝાપુર ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન ફગાવ્યા access_time 2:03 pm IST