Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

ન્યુઝ પ્રિન્ટના દેશના ટોચના વિક્રેતા પારસમલ મહેતાના સુપુત્રના શુભલગ્ન રંગેચંગે સંપન્નઃ વિજયભાઈએ આશીર્વાદ વરસાવ્યા

રાજકોટ : ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ન્યુઝપ્રિન્ટના દેશના ટોચના વિક્રેતા શ્રી પારસમલ મહેતાના સુપુત્ર ચિ.મયુરના શુભલગ્ન શ્રી પુખરાજજી સા.ચૌપડાની સુપુત્રી ચિ.શિલ્પા સાથે સુરત મુકામે રંગે ચંગે સંપન્ન થયા હતા. આ પ્રસંગે ગાંધીનગર મુકામે સત્કાર સમારંભ યોજાએલ. જેમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉપસ્થિત રહી નવદંપતીને ચિ.મયુર અને ચિ.શિલ્પાને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે સર્વશ્રી ઓમપ્રકાશભાઈ , બાબુલભાઈ, પારસભાઈ (મો.૯૩૨૭૧ ૧૫૫૨૦), શંકરભાઈ (મો.૯૩૨૭૧ ૨૫૨૦૧), રોશનજી, કમલેશજી અને પુખરાજજી વિ.ઉપસ્થિત રહ્યા હતા.

 

(2:41 pm IST)