Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

મુફતી-એ-સૌરાષ્ટ્ર પરિવારમાં શાદી

ધોરાજી તા. ૧૮ :.. મુફતી-એ-સૌરાષ્ટ્રના પરિવારના અને સૌરાષ્ટ્રના જાણીતા બેબાક ઉલેમા ખલીફ-એ-જમાલે મિલ્લત હઝરત મૌલાના ગુલામ મુહમ્મદ સાહેબ રઝવીના પૌત્રી અને મૌલાના હાજી અસલમ રઝવીના સુપુત્રી અસરાબાનુની નિકાહ પડધરી વાલા જનાબ પીરઝાદા ગુલામ મોહયુદીન હાજી હારૂનમીંયાના સુપુત્ર જાવિદ હુસૈન સાથે તા. ર૧ ને રવિવારના રોજ સવારે ૧૧ વાગ્યે ખ્વાજા સૈરાની સાહેબની દરગાહ શરીફ (બહારપુરા) ધોરાજી ખાતે યોજાયેલ છે. મૌલ્વી એન્ડ મુન્શી ફેમિલી દ્વારા આ અવસરે તા. ર૦ શનિવાર સાંજે પાંચ વાગ્યે ઔરતોની મહેફીલ રાખવામાં આવેલ છે.

(11:21 am IST)