Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

નથવાણી-ત્રિવેદી પરિવારો વચ્ચે સ્નેહનો સેતુ બંધાયોઃ શ્રવણ - ગોપી

 રાજકોટઃ શહેરના બે અગ્રણી પરિવારો સંબંધની ગાંઠથી બંધાઇ રહયા છે. સૌરાષ્ટ્રમાં આધુનિક શિક્ષણનો પાયો ધરબનાર નખશીખ શિક્ષણવિદ  સ્વ. લાભુભાઇ ત્રિવેદી પરિવારના અલ્પાબેન (હેલીબેન) ત્રિવેદીની ભત્રીજી અને યજ્ઞેશભાઇ - અરૂણા ત્રિવેદીની સુપુત્રી ચિ. ગોપીનું શુભ વેવિશાળ સૌરાષ્ટ્રના ધરખમ ગજાના અગ્રણી-ભાજપના સ્થાપકો માહેના સ્વ. ચીમનભાઇ શુકલના સુપુત્રી-ભાજપના મહિલા અગ્રણી શ્રીમતિ કાશ્મીરા-બકુલ નથવાણીના સુપુત્ર ચિ. શ્રવણ સાથે તા.૧૩ ઓગષ્ટના સોમવાર સાંજે ૭ાા વાગે રાજકોટ ખાતે નિરધારેલ છે. સ્વ. લાભુભાઇ ત્રિવેદી અને સ્વ. સુરેશભાઇ નથવાણી પરિવારમાં ભારે હર્ષાેલ્લાસ પ્રવર્તે છે.  શ્રીમતી સંજના-કરણ નથવાણી, શ્રીમતિ નિયતિ-નિતિન નથવાણી સહિત ત્રિવેદી-નથવાણી પરિવારમાં મહેમાનોની આગતા-સ્વાગતા સાથે પ્રસંગ માણવાનો ઉમંગ પ્રવર્તિ રહયો છે. (૪૦.૧૩)

(11:24 am IST)
  • ગુજકોટના જનરલ મેનેજર ડી.પી મિશ્રા, MD એન. એમ શર્માને સમન્સ:નાફેડના રાજ્યકક્ષાના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રાની પણ કરાશે પુછપરછ: રાજ્યભરના વેરહાઉસના MD સંજયનંદનને પણ પાઠવાયું છે સમન્સ access_time 10:47 pm IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • આઝાદીની ઉજવણી કર્યા બાદ 18મીએ શપથગ્રહણ કરશે ઇમરાનખાન :પકિસ્તાન તહરીક -એ-ઇન્સાફ પાર્ટીની બેઠકમાં ઇમરાનખાનને વડાપ્રધાન માટે નક્કી કરાયા :ઇસ્લામાબાદની ખાનગી હોટલમાં મળેલ પાર્ટીની સંસદીય સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 1:03 am IST