Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

વાંસજાળીયાના પત્રકાર રમેશભાઇ ધરસંડીયાના સુપુત્ર ડો. મિતના શુભલગ્ન : ડો. ઉર્વી જીવનસંગીની

રાજકોટ : વાંસજાળીયાના વરિષ્ઠ પત્રકાર રમેશભાઇ ધરસંડીયાના સુપુત્ર ચિ. મીત ધરસંડીયા (એમ.ડી. મેડીસીન) ના શુભલગ્ન ડો. ઉર્વી (એમ.ડી. પિડીયાટ્રીકસ) સાથે ક્રિષ્ના ફાર્મ, નિકોલ અમદાવાદ ખાતે તા. ૧૨ ના બુધવારે નિરધારેલ છે. પી.જી. એન્ટ્રેસ એકઝામમાં ગુજરાત યુનિ.માં પ્રથમ નંબર મેળવનાર તેજસ્વી કારકીર્દી ધરાવતા ડો. મિત ધરસંડીયા હાલ સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદ ખાતે 'ઇન્ફેકશીયસ ડીસીસ' માં સુપર સ્પેશ્યાલીટી (એફ.એન.બી.) કરી રહ્યા છે. નવદંપતિને આશીવર્ચન આપવા રાજયના કૃષિમંત્રી આર.સી. ફળદુ, ભાજપ પ્રદેશ મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, માજી મંત્રી ચીમનભાઇ સાપરીયા, સીદસર ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ જેરામબાપા વાંસજાળીયા વગેરે ઉપસ્થિત રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે તા. ૮ ના શનિવારે ડો. મિત ધરસંડીયાનો જન્મ દિવસ પણ છે. અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ પણ શુભેચ્છા પાઠવી છે. ડો. મિતના મો.૯૦૯૯૦ ૪૬૩૦૭ છે.

(12:00 pm IST)
  • હિન્દીમાં ચિત્રા મુદ્દગલ અને ઉર્દુમાં રહમાન અબ્બાસ સહિત 24 લેખકોને સાહિત્ય અકાદમી પુરષ્કાર : કુલ 24 ભાષાઓના લેખકોને પુરષ્કારની જાહેરાત : અંગ્રેજીમાં અનીસ સલીમ અને સંસ્કૃતમાં રમાકાંત શુક્લ,પંજાબીમાં મોહનજીતપુરષ્કારનું એલાન : સાત કવિતા સંગ્રહ,છ ઉપન્યાસ,છ વાર્તાસંગ્રહ ,ત્રણ વિવેચનો અને બે નિબંધને પુરષ્કાર માટે પસંદગી access_time 1:12 am IST

  • કોલકાત્તામાં 7 ડિસે થી ભાજપની રથયાત્રા માટેની માંગણીને હાઇકોર્ટએ ફગાવી : ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહના નેતૃત્વ હેઠળ આવતીકાલથી વેસ્ટ બેંગાલમાં આયોજિત કરાયેલી રથયાત્રાને હાઇકોર્ટએ મંજૂરી નહીં આપતા ડિવિઝન કોર્ટના દ્વાર ખખડાવ્યા : જરૂર પડ્યે સુપ્રીમ કોર્ટ સુધી જવાની તૈયારી access_time 6:55 pm IST

  • કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર અતૂટ :ભાજપ નેતાઓ પહેલા જ દિવસથી સરકાર તોડવાની વેતરણમાં : કુમારસ્વામીએ ભાજપના નેતા પ્રકાશ જાવડેકરના દાવાને ફગાવ્યો : કુમારસ્વામીએ કહ્યું કે ભાજપ છેલ્લા છ મહિનાથી સરકાર ગબડશે તેવી કાગારોળ મચાવે છે : પરંતુ તેની કર્ણાટક સરકાર પર કોઈ અસર પડશે નહીં access_time 1:14 am IST