Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જુનાગઢ રાડા પરિવારમાં શુભલગ્નઃ ચિ.જગત ù ચિ.ઉર્વીશા

જુનાગઢ  : જુનાગઢ નિવાસી રબારી સમાજના અગ્રણી ભીખુભાઇ ભગાભાઇ રાડા અને અ. સૌ. ક્રિષ્‍નાબેન ના સુપુત્ર ચિ. જગતના શુભલગ્ન ઉપલેટા નિવાસી નોધાભાઇ રાણાભાઇ ભારાઇ અને અ. સૌ. લાખીબેનની સુપુત્રી ચિ. ઉર્વીશા સાથે તા. ૮ ને રવિવારના રોજ નિરધારેલ છે તેમજ આ લગ્ન પ્રસંગે તા. ૬ મે ને શુક્રવારના રોજ અવસર ફાર્મ ખલીલપુર મેઇન રોડ જોષીપરા જુનાગઢ ખાતે સાંજે ૭ કલાકે ભોજન સમારંભ અને રાત્રે ૯ કલાકે લોકડાયરાનું આયોજન કરાયુ છે. જેમાં જીતુદાદ ગઢવી તેમજ હરેશદાન સુરૂ ડાયરાની રંગત જમાવશે તો આમંત્રીત મહેમાનોને લાભ લેવા કોર્પોરેટર બાલાભાઇ રાડાએ રાડા પરિવાર વતી ભાવ ભર્યુ નિમંત્રણ પાઠવ્‍યું છે.

(2:05 pm IST)