Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2023

સોમનાથમાં એસપી ચિંતન તેરૈયાના પુત્ર ચિ.મંથિતના યજ્ઞોપવિત સંસ્‍કાર

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર :.. ગાંધીનગરમાં મુખ્‍યમંત્રીની સુરક્ષાનો હવાલો સંભાળતા એસપી ચિંતન તેરૈયા અને અ. સૌ. પુર્વિબેનના સુપુત્ર ચિ. મંથિતના યજ્ઞો પવિત તા. ૮ ડીસે. શુક્રવારના રોજ સાગર દર્શન શ્રી સોમનાથ મહાદેવ મંદિર પાસે ગીર સોમનાથ ખાતે નિરધારેલ છે.

જેમાં તા. ૭ ડીસે. ને ગુરૂવારના બપોરે ગણેશ સ્‍થાપના મંડપ મર્હુત શ્રી સોમનાથ મંદિર ધ્‍વજા પૂજન અને ધ્‍વજા રોહણ રાત્રે ૯ કલાકે સંગીત સંધ્‍યા તેમજ તા. ૮ ને શુક્રવારે સવારે ૮ કલાકે યજ્ઞોપવિત સંસ્‍કાર વિધી ૧૧-૩૦ કાશીયાત્રા (બળવો) અને બપોરે ૧ર-૩૦ સ્‍વરૂચિ ભોજન સમારંભ યોજાશે.

(11:46 am IST)