Gujarati News

Gujarati News

News of Saturday, 25th November 2023

દવે પરિવારના આંગણે મંગળવારે શુભલગ્નઃચિ.દ્વારિક : ચિ.ચિત્રા

રાજકોટઃ કુળદેવી શ્રી પીલવાઇ માતાજીની અસીમ કૃપા તથા પૂ. સુરાપુરાબાપાની અમી દ્રષ્‍ટિથી સ્‍વ.છગનલાલ દુર્લભજીભાઇ દવે અને સ્‍વ.ચંદ્રીકાબેન છગનલાલ દવેના પ્રથમ પૌત્ર તથા ઉમેશકુમાર છગનલાલ દવે અને રેખાબેન ઉમેશકુમાર દવેના સુપુત્ર તથા ચિ.હેત દવેના મોટાભાઇ તથા હિતેષભાઇ દવેના ભત્રીજા ચિ.દ્વારિકના શુભલગ્ન તા.ર૮ને મંગળવારે આણંદ નિવાસી મનીષભાઇ મુકુંદભાઇ દવે અને શ્રીમતી રેખાબેન મનીષભાઇ દવેના સુપુત્રી ચિ.ચિત્રા સાથે બાજ નારણજી ભવન, સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ગેલેકસી સ્‍પોર્ટસ સંકુલ પાસે, ઇસ્‍કોન મંદીરથી આગળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે નિરધારેલ છે.

મંડપ મુહુર્ત તા.ર૭ને સોમવારે તેમના નિવાસસ્‍થાને થયા બાદ બપોરે ૧ર વાગ્‍યે ભોજન સમારંભ તથા સાંજે ૪ વાગ્‍યે હલ્‍દી અને સાંજે ૭ વાગ્‍યે સંગીત સંધ્‍યાનું આયોજન ભાવભુમી પાર્ટી પ્‍લોટ, રાજકોટ ખાતે કરાયું છે.

મોસાળ પક્ષ સ્‍વ. મણીલાલ વેલજીભાઇ ભટ્ટ, ગીરજાશંકર ઓધવજીભાઇ ભટ્ટ (રાણસીકી) પરીવાર છે.

(11:51 am IST)