Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

ગોંડલ ઠાકર પરિવારમાં શુભલગ્નઃ ચિ. ઇશાન - ચિ. તાન્યા

 ગોંડલ : સ્વ.શ્રી જયોતિબેન તથા ચંદ્રશેખર ભુપતભાઇ ઠાકરના સુપુત્ર ચિ. ઇશાનના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. ઉષાબેન તથા શ્રી ઉમેશભાઇ લલીતચંદ્ર દવેની સુપુત્રી ચિ. તાન્યા સાથે તા. પ ને ગુરૂવારના રોજ નિરધારેલ છે. ત્યારે સુરીલી સાંજી તા. ૩ ને મંગળવારે સાંજે પ કલાકે, મંડપ મુહુર્ત તા. ૪ બુધવારે સવારે ૮ કલાકે, ગૃહશાંતિ સવારે ૯ કલાકે સ્વરૂચિ ભોજન સમારંભ તા. ૪ બુધવારે બપોરે ૧ર-૩૦ કલાકે કચ્છી ભાટીયા વાડી ગોંડલ ખાતે તેમજ દાંડીયા રાસ રાત્રે ૯ કલાકે, હસ્તેમળાપ તા. પ ને ગુરૂવારે બપોરે ૧ર-૩૦ કલાકે રાખેલ રાખેલ છે. ત્યારે નવદંપતિને આશિષ આપવા, આમંત્રિતોને પધારવા ચંદ્રશેખર બી. ઠાકર તથા ઠાકર પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.

(11:02 am IST)
  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • હૈદરાબાદ ગેંગ રેપ : બળાત્કારીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ કરીશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનો વડાપ્રધાનને પત્ર access_time 12:29 pm IST

  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST