Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

પરસોત્તમ રૂપાલાના પરિવારમાં વાગ્યા રૂડા ઢોલ

કેન્દ્રીય કૃષિ મંત્રીના આંગણે ઉગ્યો ખુશીનો અવસર, સોળ આની ઉમંગ

રાજકોટ તા. ૨ :  શ્રીમતિ સવિતાબેન તથા શ્રી પરસોત્તમભાઇ ખોડાભાઇ રૂપાલા (કેન્દ્રીય કૃષિ મંત્રી)ના પરિવારમાં શુભ લગ્નોત્સવના રૂડા ઢોલ વાગ્યા છે. રૂપાલા પરિવાર દ્વારા હરખના વધામણા થઇ રહ્યા છે.

શ્રીમતિ વિમળાબેન અને શ્રી ઘનશ્યામભાઇ ખોડાભાઇ રૂપાલાના સુપુત્ર ચિ. ચિરાગના શુભલગ્ન શ્રીમતિ શિલ્પાબેન અને શ્રી રાજુભાઇ જેરામભાઇ રાજપરાની સુપુત્રી ચિ. સંસ્કૃતિ સાથે તથા સુપુત્રી ચિ. સીતાના શુભલગ્ન શ્રીમતિ નયનાબેન અને શ્રી મનસુખભાઇ શંભુભાઇ વામજાના સુપુત્ર ચિ. હર્ષ સાથે નિર્ધારેલ છે. ચિ. ચિરાગના શુભલગ્ન તા. ૫-૨-૨૦૧૮ સોમવારે સાંજે અક્ષર ફાર્મ, બીગબજાર પાછળ, એ.વી.રોડ, વલ્લભ વિદ્યાનગર, આણંદ ખાતે યોજાશે. ચિ. સીતાના શુભલગ્ન તા. ૭-૨-૨૦૧૮ બુધવારે સાંજે મુ. ઇશ્વરિયા ગામ, તાલુકો - જિલ્લો અમદાવાદ ખાતે યોજાનાર છે.

ચિ. ચિરાગ - ચિ. સંસ્કૃતિ

મંડપ મુહૂર્ત

: તા. ૪ના રવિવારે સવારે ૯ કલાકે

ભોજન

: તા. ૪ના રવિવારે બપોરે ૧૧ કલાકે

સ્થળ

: મોટા બાની વાડી, ઇશ્વરીયા

ફુલેકુ

: તા. ૪ના રવિવારે રાત્રે ૮ કલાકે

જાનપ્રસ્થાન

: તા. ૫ના સોમવારે સવારે ૯.૩૦ કલાકે

હસ્ત મેળાપ

: તા. ૫ના સોમવારે સાંજના ૭ કલાકે

ચિ. સીતા - ચિ. હર્ષ

મંડપ મુહૂર્ત

: તા. ૬ના મંગળવારે સાંજે ૪.૩૦ કલાકે

રાસ ગરબા

: તા. ૬ના મંગળવારે રાત્રે ૯ કલાકે

જાનઆગમન

: તા. ૭ના બુધવારે સાંજે ૫ કલાકે

હસ્ત મેળાપ

: તા. ૭ના બુધવારે સાંજે ૮ કલાકે

લગ્ન સ્થળ

: મુ.પો. ઇશ્વરીયા (મહાદેવ)

 

  તાલુકો જી. અમરેલી

(11:53 am IST)