Gujarati News

Gujarati News

News of Saturday, 2nd December 2017

રતપરા અને પોસીયા પરીવારના આંગણે પ્રેરક લગ્નોત્સવ : ચિ. શ્વેતા- - ચિ. ઉજાસ

રાજકોટ : મુળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડાંગરવાડા ગામના અને હાલ રાજકોટ રહેતા રતપરા રામજીભાઇ લાલાભાઇના પુત્ર પૂર્વ સૈનિક ચુનીલાલ રતપરાની સુપુત્રી ચિ. શ્વેતાના શુભલગ્ન જામકંડોરણા તાલુકાના સનાળાના હાલ અમદાવાદ બાબુભાઇ અરજણભાઇ પોસીયાના પુત્ર ચિ. ઉજાસ સાથે તા. ૩ ના ધ ગાર્ડન રેસ્ટોરન્ટ, ભાવનગર રોડ, રાજકોટ ખાતે યોજેલ છે.  આ અવસરને પ્રેરણારૂપ બનાવવા બ્લડ ડોનેશન કેમ્પ, સ્ત્રી સન્માન હેતુથી રકત તુલા, વરકન્યાના હસ્તે વૃક્ષારોપણ, ખેતી અને માનવ જીવન નિરોગી રાખવા ગાયનું મહત્વ, દેહદાન, ચક્ષુદાન, વ્યસન મુકિતના સંકલ્પ લેવડાવાશે. મહેમાનોને તુલસીના રોપા અને ચકલીના માળા ભેટ સ્વરૂપે અપાશે. આ પ્રકારના પ્રેરણારૂપ અવસરને પાર પાડવા પર્યાવરણપ્રેમી અશોકભાઇ ડોબરીયા, દિનેશભાઇ પટેલ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

(3:51 pm IST)