Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

અનડકટ પરિવારમાં લગ્નરૂપી રૂડો અવસરઃ ચિ.મૈત્રી - ચિ. મિલન

રાજકોટ તા. ૧ : રાજકોટ નિવાસી અ.સૌ. દર્શનાબેન તથા શ્રી કૌશિકભાઇ ભાઇચંદભાઇ અનડકટની સુપુત્રી ચિ.મૈત્રીના શુભલગ્ન રાજકોટ ખાતે જ રહેતા અ.સૌ.પલ્લવીબેન તથા શ્રી અતુલભાઇ લક્ષ્મીદાસ વસાણીના સુપુત્ર ચિ. મિલન સાથે તા.૧૦ ડીસેમ્બર, ર૦ર૦ ના રોજ સેકન્ડ બાઇટ ગાર્ડન રેસ્ટોરન્ટ, કુવાડવા રોડ, રાજકોટ ખાતે નિર્ધારેલ છે. તા. ૧૦ ડીસેમ્બરના શુભદિને સવારે ગણેશ સ્થાપના બાદ ૧૧.૩૦ વાગ્યે મામેરાની વિધિ રાખેલ છે. સાંજે ૪.૩૦ વાગ્યે જાન આગમન બાદ ચુંદડી અને સાંજે ૭.૩૦ વાગ્યે હસ્તમેળાપ રાખવામાં આવેલ છે. સમગ્ર અનડકટ પરિવાર, ચતવાણી પરિવાર, કાનાબાર પરિવાર તથા વૈયાટા પરિવાર આમંત્રિત મહેમાનોને આવકારવા ઉત્સુક છે.

(11:33 am IST)