સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st December 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અનેકવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત

(કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે વિવિધ કાર્યક્રમો માટે  મુખ્યમંત્રી  શ્રી વિજયભાઈ રૂપાણીનુ આગમન થયું હતું.

આ તકે પૂનમબેન માડમ , પબુભા માણેક સહિત આગેવાનો દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સભા સ્થળ પર અનેક વિકાસ ના કામો નું ઇ ખાતમુહૂર્ત અને ઇ ભૂમિ પૂજન કર્યું  હતુ. દ્વારકા જિલ્લા ની પાણી પુરવઠા વિભાગ ની 57.68 કરોડ ના ખર્ચે બનેલ પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટરના યોજના નું ખાતમુહૂર્ત કર્યું હતું

ખંભાળીયા અને ભાણવડ તેમજ દ્વારકા તાલુકા ના નાના માંઢા ટુ જોઈન એચ.એસ.રોડ , સણખલા - નવા સણખલા રોડ તથા સીસી રોડ ઓન મેઘપર ટીટોડી ટૂ જોઈન એસ.એચ.રોડ નું ઇ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

 દ્વારકા માં હેરિટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ ઓગમેન્ટેશન યોજના ભારત સરકાર પુરસ્કૃત 'HRIDAY' અંતર્ગત દ્વારકા શહેરમાં 2.50 કરોડ ના ખર્ચે પૌરાણિક નવનિર્મિત બ્રહ્મકુંડ , હરિકુંડ અને ગોમતીઘાટ નું લોકાર્પણ કર્યું હતું.

અટલ મિશન ફોર રીજુવનેશન એન્ડ ટ્રાન્સફોર્મેશન 'AMRUT' યોજના હેઠળ 1.50 કરોડ ના ખર્ચે નિર્મિત 1 લાખ ચોરસ ફૂટ ના વિશાલ પાર્કિંગસહ પ્રદર્શન ગ્રાઉન્ડ નું લોકાર્પણ કર્યું હતું.

 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા ના નાગરિકો માટે 11.75 કરોડ ના ખર્ચે તૈયાર થયેલ 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 31 પેટા આરોગ્ય કેન્દ્ર નું લોકાર્પણ કર્યું...

દ્વારકા જિલ્લા ના કલ્યાણપુર તાલુકા ની કેશવપુર પ્રાથમિક શાળા ના 3 ઓરડા , સતાપર વાડી પ્રાથમિક શાળા - 3 માં 2 ઓરડા , લીમડી પ્રાથમિક શાળા માં 5 ઓરડા મળી કુલ 92 લાખ ના ખર્ચે 10 ઓરડા નું ઇ-લોકાર્પણ કર્યું હતું.

 કલ્યાણપુર માં આવેલ સરકારી વિનિયન કોલેજ માં 17 લાખ ના ખર્ચે કોમ્પ્યુટર લેગ્વેજ લેબ નું ઇ-લોકાર્પણ કર્યું હતું.

(4:36 pm IST)