સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 31st December 2020

ચોટીલામાં સવા ૨ કરોડનું કોમ્પલેકસ વેચાયુ નહી ને બાકીદારોએ દાગીનાના રૂપિયા ન આપતા સોની વેપારીએ આપઘાત કર્યાનું ખુલ્યું

મારા પિતાએ પૈસાની બાબતમાં કોઇનું પ્રેશર હોવાથી પગલુ ભર્યાની શંકા વ્યકત કરતો મૃતકનો પુત્ર પિન્ટુ

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૩૧ : આણંદપુર રોડ પર દુકાન ધરાવતાં વેપારી બુધવારે રાત્રે જમ્યા બાદ સુવા ગયા હતાં, સવારે પૂજા રૂમમાંથી લાશ મળી

વનમાળીદાસ લાલજીભાઈના નામે આણંદપુર રોડ પર દુકાન ધરાવતાં સોની વેપારી બુધવારે રાત્રે જમ્યા બાદ સુવા ગયા હતાં, સવારે પૂજા રૂમમાંથી લાશ મળી આવતા કરૂણાંતિકા સર્જાય છે.

ચોટીલાના ભાણેજ અને ૧૫ વર્ષથી આણંદપુર રોડ ઉપર વનમાળીદાસ લાલજીભાઇ નામની સોના - ચાંદીના ઘરેણાંની દુકાન ધરાવતાં હસુભાઇ વનમાળીદાસ સોનીએ પોતાના ઘરે આવેલા માતાજીના મઢવાળા ઓરડામાં હુક સાથે ચાદર બાંધીને ફાંસો ખાઇ લેતાં ચકચાર મચી છે.

શાસ્ત્રીનગરમાં રહેતા ૬૭ વર્ષીય હસુભાઇ બુધવારની રાત્રે પરિવાર સાથે જમી લીધા બાદ રાત્રે ૧૧.૩૦ વાગે સુવા માટે રૂમમાં ગયા હતા. જયારે સવારે તેમનો નાનો દિકરો હિતેશ માતાજીના દર્શન કરવા મઢમાં ગયો ત્યારે પિતાની લાશ લટકતી જોઇ ડઘાઇ ગયો હતો .

હસુભાઇના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી હતી. જેમાં લાંબી યાદીમાં ગ્રાહકો પાસેથી લાખો લેવાના હોવાનું જણાવ્યું છે. કેટલાક ગ્રાહકોએ તો છ છ વર્ષ સુધી પૈસા આપ્યા ન હોવાનો ઉલ્લેખ કરાયો છે.

આજે ૩૧ ડિસેમ્બરે હસુભાઇનો જન્મ દિવસ હતો અને ૩૦ તારીખે આત્મહત્યા કરી લેતા પરિવાર ઉપર આભ ફાટયુ હતુ.

નોંધીનય છે કે, વેપારી પાસેથી સોનું લઇ ગયા લોકોએ બાદ ૬-૬ વર્ષ સુધી પૈસા પરત ન કર્યા હતાં. ૩ વર્ષ અગાઉ આણંદપુર રોડ પર બનાવેલું ૨.૨૫ કરોડનું કોમ્પલેકસ પણ ન વેંચાતા આર્થિક ભીંસ વધી હતી . બીજી તરફ સુરેન્દ્રનગરમાં ૧૪ ડિસેમ્બરે પૈસા મુદ્દે આપઘાતનો પ્રયાસ કરનારા કલ્પેશ સોનીએ નોંધાવેલી ફરિયાદમાં મૃતક અને તેના ૨ પુત્રનું નામ હોવાનું જાણવા મળ્યું છે.

આ વર્ષ વ્યાજની ૧૨ થી વધુ ફરિયાદો દાખલ પોલીસના એક કાર્યક્રમમાં વ્યાજના વિષચક્રની ૨૦ જેટલી અરજી આવી હતી. જેમાં ૧૨ થી વધુ ગુના દાખલ કરાયા છે. વર્ષ દરમિયાન ૫ થી વધુએ આત્મહત્યાની કોશીષ કરી છે. જયારે મોતનો જિલ્લામાં પ્રથમ બનાવ છે.

મૃતકનો પુત્ર પીન્ટૂ એ જણાવ્યું કે, મારા પિતાએ કોની પાસેથી કેટલા રૂપીયા લીધા હશે તે તો તેમના ચોપડા જોઇએ ત્યારે ખબર પડશે. પરંતુ તેમને પૈસાની બાબતે કોઇનું પ્રેશર હોય અને તેના માટે થઇને તેમણે આ પગલું ભર્યું હોવાની મને શંકા છે.

પૈસા આપી દે તેના ઉપર કાયદેસર કાર્યવાહી ન કરતા

ચી.હિતેશ... શાંતીથી બધો વહીવટ માં મેલડી ખંભલાવ પાર પાડશે. દરેક ગરાગ નો જે બાકી વહીવટ હોય તે કોમ્પલેક્ષના વહીવટ માંથી કે ઘરના વહીવટ માંથી પાર પાડી દેશો. ઉઘરાણીના બધાયના નામ પોલીસમાં આપી દેશો. પટેલબેન પીએસઆઇ તારી બેન જેવા છે. ઉઘરાણીના રૂપીયા બેન અપાવી દેશે. પૈસા આપી દે તેના ઉપર કાર્યવાહી ન કરશો. મને યાદ આવ્યા એટલા નામ લખ્યા છે. ૭૫ ટકા નામ ખાતામાં છે .

(11:34 am IST)