સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th April 2018

ખંભાળીયામાં રપ પાનની દુકાન અને બે હોટલોમાં તમાકુ વેચાણ અંગે ચેકીંગ

ખંભાળીયા, તા. ૧૯ : ખંભાળીયામાં જીલ્લા આરોગ્યની ટીમ દ્વારા બે દિવસ પૂર્વે પચ્ચીસથી વધુ પાનની દુકાન તથા બે હોટલમાં ગેકા. તમાકુના વેચાણના મુદ્દે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પકડાઇ આવેલ વેપારીઓ પર દંડની કાર્યવાહી કરી પાંચ હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં જુદા જુદા વિસ્તારમાં તમાકુ સીગારેટના વેચાણ અંગે ચેકીંગ હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ભારે ફફળાટ સાથે ભાગદોડ મચી ગઇ હતી.

આ ઉપરાંત કેટલીક જગ્યાએથી ગે.કા. તમાકુનો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉપરાંત વેપારીઓને ઉત્પાદન પર ચેતવણીના બોર્ડ મૂકી સગીરવયના લોકોને તમાકુ નહીં વેચવા માર્ગદર્શન અપાયું હતું.

સફાઇ ઝુંબેશ

સ્વચ્છતા દિન નિમિતે જામખંભાળીયા શહેર યુવા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવેલ. જેમાં વારાહી ચોક, વૈદ ફળી અને વોર્ડ નં. ૪ અને પમાં સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલ. જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, શહેર યુવા ભાજપ પ્રમુખ અમિતભાઇ શુકલ, પ્રદેશ યુવા ભાજપના ઇન્દ્રજીતસિંહ પરમાર, જીલ્લા યુવા ભાજપ પરબતભાઇ ભાદરકા, શહેર પ્રમુખ મનુભાઇ મોટાણી, જીલ્લા મહીલા ભાજપના પ્રમુખ મનિષાબેન ત્રિવેદી, અશોકભાઇ કાનાણી, ભીખુભા જેઠવા, યોગેશભાઇ મોટાણી, ભરતભાઇ નડીયાપરા, જીતેન્દ્રભાઇ નકુમ, પાર્થ દાવડા, મિતાબેન લાલ, જગુભાઇ ખેતીયા, કિરણબેન જોશી, શિતલબેન ભાલાણી, જયેશ માખેચા, રવિભાઇ સહિતના આગેવાન કાર્યકર્તાઓ જોડાઇને અભિયાન સફળ બનાવેલ. (૮.૧ર)

(1:05 pm IST)