વઢવાણનાં ટીબા ગામના ખેતરમાં બનાવેલ ઓરડીમાં ધમધમતા કુટણખાનાનો પર્દાફાશ
વઢવાણ તા. ૧૯: તાલુકાના ટીબા ગામના ખેતરમાં બનાવેલી ઓરડીમાં પોલીસે દરોડો કર્યો હતો. જેમાં ટીબાના શાંતિલાલ જગાભાઇ જીતીયાને ઝડપી લીધો હતો. દરોડા સમયે 'બે' રૂપલલનાઓએ શાંતિલાલ બહારથી ગ્રાહકો બોલાવી દેહ વ્યાપાર કરાવો હોવાનું નિવેદન આપ્યુ હતુ.
આ કેસમાં જેલમાં રહેલા શાંતિલાલ,જગાભાઇ જીતીયા એ રેગ્યુલર જામીન પર મુકત થવા સુરેન્દ્રનગર સેકન્ડ એડિશનલ સેશન્સ્ કોર્ટમાં અરજી કરી હતી.
આ અરજીની સુનાવણી ચાલી જતા, મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી. સભાણી એ દલીલો કરતા જણાવ્યું કે અરજદારના ભાઇ દિનેશ જીતીયાને હાઇકોર્ટ જામની પર મુકત કર્યો છે. જો શાંતિલાલને જામીન મળશે તો બંન્ને ભાઇઓ ભેગા મળી સમાજ વિરોધી પ્રવૃતિ કરે તેવી પુરી શકયતા છે. આથી સુરેન્દ્રનગર સેકન્ડ એડિશનલ સેશન્સ જજ એચ.બી. પાનેરીએ અરજદાર શાંતિલાલ, જગાભાઇ જીતીયાની જામીન અરજી નામંજુર કરી હતી. (૧.૧૩)