સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 19th April 2018

પોરબંદરઃ રેલ્વે કર્મચારીના અકસ્માત મૃત્યુના કેસમાં ૪૦ લાખનું વળતર મંજૂર

પોરબંદર તા. ૧૯ :.. પોરબંદરના સેવાભાવી અને રેલ્વેના કર્મચારી ભનુભાઇ કનારા ને અકસ્માત વળતરની રકમ વ્યાજ સહિત રૂપીયા ચાલીસ ખાલ ચુકવવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

રેલ્વે ડીપાર્ટમેન્ટમાં નામના ધરાવતા ભનુભાઇ કનારા કે જે બી ટીના નામે જાણીતા હોય અને તેઓનું તા. ૯-૧૦-ર૦૧૦ ના રોજ સવારના છ વાગ્યે કર્લીના પુલ પાસે બી. ટી. કનારા પોતાના સ્કુટર ઉપર જઇ રહેલા હતા ત્યારે સામેથી આવતી બસ દ્વારા હડફેટે લઇ લેતા બી. ટી. કનારાનું સ્થળ ઉપર જ મૃત્યુ થઇ ગયેલુ હતુ અને ત્યારબાદ તેના  પરીવારના સભ્યો દ્વારા પોરબંદરની કલેમ ટ્રીબ્યુનલમાં અકસ્માત  મૃત્યુ સબંધેનો વળતર મેળવવાનો દાવો કરતા અને કોર્ટમાં રેલ્વેના નીયમો અને જોગવાઇઓ મુજબ ભવિષ્યમાં મળનારા લાભો તથા પ્રમોશનોના પુરાવાઓ કોર્ટમાં  રજૂ કરતા તેમજ સુપ્રિમ કોર્ટ તેમજ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ કરતા કોર્ટ દ્વારા રેકર્ડ ઉપરના તમામ પુરાવાઓ ધ્યાને લઇ વળતર તરીકે રૂ. રર,૪ર,૦૦૦ અંકે રૂપિયા બાવીસ લાખ બેતાલીસ હજાર પુરાનું વળતર મજૂર કરેલ એટલું જ નહી નવ ટકા લેખે વ્યાજ આપવાનું હોવાના કારણે વ્યાજ સહિતની રકમ અંદાજીત રૂપિયા ચાલીસ લાખ જેટલુ વળતર  ગુજરનાર પરીવારને મશળે અને તે રીતે આ ચુકાદાથી ગુજરનારના પરિવારને ન્યાયમાં દેર છે. પરંતુ અંધેર નથી તેનો અહેસાસ થઇ ગયેલ છે. અને તે રીતે મોટી રકમનું વળતર મળતા ગુજરનાર ના પત્ની ક્રિષ્નાબેન તેમજ પુત્ર દીક્ષિત ને કોર્ટ આ વળતર અપાવેલ છે.

આ કામમાં પોરબંદરના જાણીતા એડવોકેટસ દિપકભાઇ બી. લાખાણી, ભરતભાઇ બી. લાખાણી, હેમાંગ લાખાણી, અનીલ સુરાણી, જીતેન જે. સોનીગ્રા, જયેશ બારોટ તેમજ નવધણ જાડેજા રોકાયેલ હતાં. (પ-૧૧)

 

(12:08 pm IST)