સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

રાજકોટના ત્રંબા ત્રિવેણીની ઘાટમાં નવરંગ નેચર ક્લબ ગ્રામપંચાયત તથા ત્ર્યંબકેશ્વર મંદિરના સયુંકત ઉપક્રમે સફાય કાઈને સરદાર પટેલ જયંતી ની ઉજવણી

સફાયને યજ્ઞ, ભક્તી કે પૂનમ ભરવા બરોબર હોવાનું નવરંગ નેચર ક્લબ પ્રમુખ વી.ડી.બળાએ જણાવીને સફાયમાં જોડાનર સૌને અભિનંદન પાઠવ્યા

રાજકોટ  : સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મજયંતીએ નવરંગ નેચર ક્લબ, ગ્રામ પંચાયત - ત્રંબા અને ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિર ના સંયુક્ત ઉપક્રમે ત્રિવેણી ઘાટ - ત્રંબા (રાજકોટ) ની આજુબાજુ સફાઇ કરી. હતી સરદાર પટેલ જયંતી ની ઉજવણીમાં નવરંગ નેચર ક્લબ ના ૧૫ સભ્યો અને ૧૫ ગામ લોકો એ ભાગ લીધો.  લોકોએ પૂજા ની સામગ્રી પાણી માં પધરાવી નદી ને ભયંકર રીતે ગંદી કરી, નદી ને ગંદી કરવાની તાસીર આખા ભારત માં જોવા મળે છે.

 ત્યારે સફાયના  આ કાર્ય ને યજ્ઞ/ભક્તિ કે પૂનમ ભરવા બરાબર ગણીએ છીએ, અમો દર મહિને એક સફાઇ નો કાર્યક્રમ કરવાના છીએ.  લોકો ઘારે તો પોતાની આજુબાજુ ગંદકી થાય જ નહીં. તેમ જણાવીને  મહા સફાઇ કરનાર લોકો ને મારા લાખ લાખ અભિનંદન.  વી. ડી. બાલા  પ્રમુખ, નવરંગ નેચર ક્લબ - રાજકોટ  ( મો. ૯૪૨૭૫૬૩૮૯૮) એ પાઠવ્યા હતા

(7:36 pm IST)