સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

મેવાસા ગામે વળગાળ કઢાવવા ગયેલી મહિલા રાણીબેનને ભુવાએ દીવાલમાં માથા ભટકાડયા

ભુવાએ રાજકોટની મહિલાનું માથુ ભટકાડયા બાદ પેટમાં પાટુ મારતા મહિલા રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૩૧ :.. ચોટીલાના મેવાસા ગામમાં વળગાળ ઉતારવા માટે ગયેલી રાજકોટ કોઠારીયા સોલવન્ટની મહિલાનું ભુવાએ વારંવાર દીવાલમાં માથુ ભટકાડયા બાદ તેને પેટમાં પાટુ મારતા ઇજા થતા મહિલાને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં રહેતા રાણીબેન રાજુભાઇ ગોહેલ (ઉ.૩૦) ને વળગાળની તકલીફ હોઇ તેથી તે પરિવાર સાથે ચોટીલાના મેવાસા ગામે રાજૂભાઇ ગોવાણી નામના ભુવા પાસે વળગાળ કઢાવવા માટે ગયા હતાં. વળગાળ કાઢવાના બહાને મહિલાનું અવાર-નવાર દીવાલમાં માથુ ભટકાડયા બાદ પેટના ભાગે પાટૂ મારતા મહિલાને માથા તથા પેટના ભાગેઇજા થઇ હતી. બાદ પતિ રાજુભાઇ એ તાકીદે પત્ની રાણીબેનને સારવાર માટે સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:49 pm IST)