સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

ખંભાળિયામાં જમીનના શેઢા બાબતે યુવક ઉપર મહિલા સહિત ૪ નો હુમલો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૩૧ : રામનગરમાં રામ મંદિર પાસે રહેતો ભાવીક ધનજીભાઇ સોનગરા (ઉ.વ.૩૧) નામનો દલવાડી યુવાન ગત રોજ રૂકનશા પીરની દરગાહ પાસે હતો. ત્યારે મોહન જુઠા સોનગરા, મનિષ મોહન સોનગરા, દિલખુશ મોહન, સોનગરા, પુરીબેન મોહન સોનગરા તમામે કોદારી, ધારીયુ અને પાવડાના હાથા વડે માર મારી હુમલો કરતાં યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે ઉપરોકત મહિલાઓ સહિત ચારેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ડખ્ખો જમીનના શેઢા બાબતે થયો હોવાનું બહાર આવ્યું છે.

મીઠાપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મીઠાપુરના હમુસર ગેમનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ખીમજી રામજી પરમાર, હમીર રાણા હાથીયા, આલાભા પત્રામલભા હાથલ, રોહીતભા રામુભા માણેક તમામને ૩૮૧૦ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

(12:49 pm IST)