સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

તબીબોની અથાગ મહેનત છતાં જામનગરનો ૧ર વર્ષનો રીશી જીંદગી સામે જંગ હારી ગયો

કીડનીની બિમારીથી મૃત્યુ થતા હવે આર્થિક મદદ ન કરવા પરિવારજનોની વિનંતી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩૧ : જામનગરની જી.જી.હોસ્પિટલમાં કિડનીની તકલીફથી પીડાતા ૧૨ વર્ષીય રિશીએ અંતે દુનિયા છોડી દીધી છે. છેલ્લા એકાદ સપ્તાહથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવેલા પી આઈ સી યુ વિભાગમાં બાળકોના વિભાગના વડા ડો. ભદ્રેશ વ્યાસ અને ડાઙ્ખ. નમ્રતાની સમગ્ર તબીબોની ટીમ દ્વારા રાતદિવસ અથાગ પ્રયત્નો કરી અને સારવાર આપવામાં આવી રહી હતી. ત્યારે ખુબ જ ગરીબ પરિવારમાં આજે સવારે આ પરિવારના ચિરાગ જવા બાર વર્ષના રિશી નો જીવનદીપ બુજાતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. આજે વહેલી સવારે છેલ્લા દ્યણા સમયથી લાંબી બીમારીથી પીડાતા રીશીએ અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોની સતત દેખરેખ અને સારવારની જહેમત બાદ પણ કોણ કોઈ જ સારવાર કારગત નીવડી ન હતી. અને રિશીએ અનંતની વાટ પકડી લીધી હતી. હાલ વામ્બે આવાસ ખાતે રિશીના મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવાયો છે.

અકિલાની હાકલ સાંભળી અકિલા પરિવાર, આટકોટથી વિજયભાઇ વસાણી અને મિત્રો સહિત સંખ્યાબંધ લોકોએ યથાશકિત મદદ કરી હતી. દરમિયાન સામાન્ય સ્થિતિના આ પરિવારે સહુને વિનંતી કરી છે કે રિશી હવે રહ્યો નથી. આપ સહુનો અંતરથી આભાર. હવે આર્થિક મદદ નહિ મોકલવા અકિલાના વાચક ભાઇ-બહેનો સહિત સહુને અમારા પરિવારની વિનંતી છે.

(12:44 pm IST)