સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

પોરબંદરમાં દુકાનની અંદર ઘુસી જઇને માસ્ક નહિં પહેરનારાઓને દંડ ?

માસ્ક પહેરવાના નિયમની અમલવારીમાં અતિરેક સામે રોષ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૩૧: જાહેરમાં માસ્ક નહિં પહેરનારને દંડ ફટકારવાના નિયમની અમલવારીમાં કેટલાંક સ્થળે અતિરેક થઇ રહ્યાની ફરિયાદો ઉઠી છે.  રસ્તામાં જઇ રહેલ વાહન ચાલકના મોઢા ઉપર હવાથી માસ્ક નાક નીચે આવી જાય તો દંડ વસુલી કરવામાં આવે છે. પરંતુ હદ ત્યાં થઇ જાય છે કે બજારોમાં દુકાનની અંદર ઘુસી જઇને માસ્ક નહિં પહેરનામારાઓને દંડ ફટકારવામાં આવ્યાની વેપારીઓ ફરિયાદ કરી રહ્યાં છે.બંગડી બજાર સુવર્ણ બજારમાં માસ્ક નિયમ અમલીકરણમાં અતિરેકથી વેપારીઓ તથા ગ્રાહકોને દિવાળી તહેવારોમાં પરેશાની થઇ રહી છે. એવી પણ ચર્ચા છે કે ટાર્ગેટ પુરા કરવા માસ્કના નિયમ અમલીકરણમાં અતિરેક થઇ રહ્યો છે. લોકડાઉન પછી વેપારીઓ મંદીનો માર સહન કરી રહેલ છે. ત્યારે નિયમો અમલમાં અતિરેક અટકાવા માંગણી ઉઠી છે.

(11:40 am IST)