સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

ભાણવડમાં એકજ દિ'માં બે અજગર નીકળ્યા !!

ખંભાળીયા તા. ૩૧: ભાણવડનો બરડા ડુંગરનો વિસ્તાર દુર્લભ જાતિના સાપો માટે ભંડાર સમાન થવા લાગ્યો છે તથા ભાણવડ એનિમલ લવર્સ ગૃપની જાગૃતતા તથા વિનામૂલ્યે ગમે તે સ્થળે ગામે પહોંચીને રેસ્કયુ કરવાની પ્રવૃત્તિ તથા સાપની ઝેરી બીન ઝેરી જાતિ વિષે સતત જાણકારી આપવાની લોકોમાં મારવાની વૃત્તિ પણ ઘટી છે ત્યારે ગઇકાલે એકજ દિવસમાં બે મહાકાય અજગર નીકળતા તેના સફળ રેસ્કયુ કરાયા હતા.

ભાણવડના કપુરડી નેશ વિસ્તારમાં એક ખેડૂતને રાત્રે વિશાળકાય ૧ર ફૂટ લાંબો જાડો અજગર દેખાતા તેમણે વનવિભાગ ભાણવડને જાણ કરતા તેમણે તુરત જ આ અજગરને પકડવા બાબતે એનિલમ લવર્સ ગૃપ ભાણવડના એ.આર. ભટ્ટનો સંપર્ક કરતા તેમણે તુરત જ સ્થળ પર પહોંચીને બરડા ડુંગરમાં આ વિશાળ અજગરનું સફળ રેસ્કયુ કર્યું હતું. બાદ તે પણ તુરતજ ભાણવડની ફલકુ નદી પાસે પણ સાત ફુટ લાંબો વિશાળકાય અજગર નીકળતા ત્યાં લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં ત્યાંથી પણ આ અજગરને પકડી સફળ રેસ્કયુ કરી બરડા જંગલમાં મુકવામાં આવ્યા હતા.

વન વિભાગના કોટાભાઇ, કરીરભાઇ, ઓડેદરાભાઇ, કુછડીયાભાઇ, એનિમલ લવર્સ ગૃપના અશોકભાઇ ભટ્ટ વિ. જોડાયા હતા.

(11:36 am IST)