સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

બિલખા નવાગામમાં શસ્ત્રપુજન

વીરપુર (જલારામ) :સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત યુવા શકિત સંગઠન- ગુજરાત પ્રદેશ દ્વારા ખાંટ રાજપૂત સમાજના ગુરૂદ્વાર એવા નૂરસતાગોરધામ-નવાગામ બીલખા જયાં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા રાજાશાહી વખતથી પૂજય નૂરસતાગોર દાદાના મંદિરે નવમીનો યજ્ઞ હવન કરવામાં આવે છે તેમજ ખાંટ રાજપૂત સમાજના આરાધ્યદેવ શ્રી રામનાથ મહાદેવ દાદાના મંદિરે વિજયા દશમીનો યજ્ઞ હવન કરવામાં આવે છે વિજયા દશમીના પાવન અવસર પર શસ્ત્રપૂજન(શકિત પૂજા) કરવામાં આવ્યું હતું,વિજયા દશમીના પાવન દિવસે શ્રી ખાંટ રાજપૂત સમાજના અગ્રણીઓ, આગેવાનો,યુવાનોએ શાસ્ત્રોકત વિધિ મુજબ પરંપરાગત માં શકિતની પૂજા (શસ્ત્રપૂજા) કરી સમગ્ર વિશ્વ માંથી કોરોના વાયરસ નષ્ટ થાય તેવી પ્રાર્થના  નૂરસતાગોરદાદાને અને રામનાથ મહાદેવને તેમજ જગત જનની જગદંબાને કરવામા આવી હતી. શસ્ત્રપૂજન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:34 am IST)