સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

સ્વ બચાવ માટે હથીયારની માંગણી કરનાર

યુકિત રાઠોડ, મિતલ પરમારનું જામજોધપુર શેઠવાડાળામાં સન્માન

જામજોધપુર,તા.૩૧ : હાલમાં થયેલ મહિલાઓ પર અત્યાચાર બળાત્કાર તેમજ અમાનવીય ઘટનાને ધ્યાનમાં રાખીને બહેનો પોતાને સુરક્ષીત અનુભવતી નથી તેના વિરોધ મા રાજકોટ મા યુકતીબેન રાઠોડ અને મિત્ત્।લ બેન પરમાર દ્વારા રાજકોટ કલેકટર કચેરોએ સ્વ બચાવ માટે આવેદન પત્ર આપતા કહ્યુ કે હાલની સરકાર અમારું રક્ષણ કરો શકે એમ નથી એટલે અમે અમારો જાતે અમારૂ રક્ષણ કરી લેશું તો તમે અમને સ્વ બચાવ માટે લાઇસન્સ ની પરમિશન આપો ....એના પડઘા સમગ્ર ગુજરાત મા ગુંજી રહ્યા. છે

જામજોધપુર, અને શેઠવડાળા, ખારચિયા, ગીંગણી ગ્રામજનો દ્વારા યુકિત બેન રાઠોડ અને મિત્ત્।લ બેન પરમાર નું સન્માન સમારોહ યોજાયો હતો આં પ્રસંગે તમામ ગામ ની બહેનો માતા અને વડીલોની તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:27 am IST)