સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 31st October 2020

લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કામોનું ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય સાગઠીયા

લોધીકા તાલુકાના સાંગણવા ગામે પેવિંગ બ્લોક તેમજ જસવંત પુરથી કણકોટ સુધી ના ડામર રોડનંુ ખાતમૂહુત  ધારાસભ્ય  લાખાભાઇ સાગઠીયાએ ખાતમુહુર્ત કર્યુ હતું લોધીકા તાલુકા પંચાયતની સ્વ ભંડોળની ગ્રાન્ટ માંથી સાંગણવા ગામે પેવિંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત  કરવામાં આવ્યું આતકે તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જી. જાડેજા સાંગણવાના સરપંચ ખીમજીભાઈ કોરાટ ઉપસરપંચ બેચરભાઈ જયોતિભાઇ જાડેજા ચદુભા જાડેજા છગનભાઈ પતોડિયા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ તેમજ લોધીકા તાલુકાના જસંવતપુરથી કણકોટ સુધીના ડામર રોડનુ ખાતમુહુર્ત  પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવેલ આતકે તાલુકા પંચાયત પ્રમુખ હરિશચંદ્રસિહ જાડેજા તાલુકા પંચાયત અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ ભરતસિંહ જાડેજા રા.લો.સંધના ડિરેકટર મનસુખભાઈ સરધારા સરપંચ બાબુભાઈ હિરાણી કાળુભાઇ બાબુભાઈ રામાણી વિગેરે ઉપસ્થિત રહેલ. તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ બી.એમ. ગોસાઇ)

(10:34 am IST)